ભરુચમાં આલિયાબેટમાં અલગ પ્રકારનું મતદાન મથક ઉભું કરાયું છે. પહેલા મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 80 કિલોમીટરનો પ્રવાસ કરવો પડતો હતો.
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અલગ પ્રકારનું મતદાન મથક
નર્મદા નદીના બેટમાં કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું
અગાઉ 80 કિલોમીટર દૂર મતદાન માટે જવાની ફરજ પડતી હતી
હાલની ચૂંટણીમાં મતદારોએ ઘર આંગણે મતદાન કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે.
આલિયાબેટમાં 213 મતદારો નોંધાયેલા છે
એવામાં ભરુચમાં આલિયાબેટમાં અલગ પ્રકારનું મતદાન મથક ઉભું કરાયું છે. આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (151-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં કુલ 213 મતદારો છે. આલિયાબેટ અગાઉ 151-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં 68-કલાદ્રા-02નો ભાગ હતો પણ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં પડતાં હતા.
હાલની ચૂંટણીમાં મતદારોએ ઘર આંગણે મતદાન કર્યું
પહેલા મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 80 કિલોમીટરનો પ્રવાસ કરવો પડતો હતો પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી અને સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અલગ પ્રકારનું મતદાન મથક આલિયાબેટ ખાતે ઊભું કરાવવામાં અવાયું છે. નર્મદા નદીના બેટમાં શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી મતદાન મથક ઉભું કરાયું છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ ઘર આંગણે મતદાન કર્યું છે.
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો
19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન
કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન
મતદાનનો સમય
સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી
કુલ ઉમેદવારો
89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં
39 રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં
718 પુરૂષ ઉમેદવારો
70 મહિલા ઉમેદવારો
કુલ મતદાતાઓ
2,39,76,670 મતદારો કરશે મતદાન
1,24,33,362 પુરૂષ મતદારો
1,15,42,811 મહિલા મતદારો
497 અન્ય મતદારો
કુલ 163 NRI મતદારો
125 પુરૂષ અને 38 મહિલા NRI મતદારો
કુલ પોલિંગ બુથ
કુલ 25,430 મતદાન મથકો
શહેરી વિસ્તારમાં 9014 મતદાન મથક
ગ્રામ્ય વિસ્તારમાં 16 હજાર 416 મતદાન મથક
પ્રથમ તબક્કામાં 14 હજાર 382 સ્થળો પર મતદાન
3 હજાર 311 શહેરી વિસ્તારમાં મતદાન
11 હજાર 71 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન
89 મોડલ મતદાન મથકો
89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
611 સખી મતદાન મથકો
18 યુવા સંચાલિત મતદાન મથકો