જામનગર / ટેકાના ભાવે મગફળીની ખરીદી, એક જ ખેડૂત મગફળી વેચવા પહોંચ્યો

જામનગર એપીએમસી ખાતેથી આજે ટેકાના ભાવની મગફળી ખરીદીની શરૂઆત થઇ ચુકી છે. પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો નિરુત્સાહી રહેતા. પ્રથમ બે કલાકની પ્રક્રિયામાં માત્ર એક જ ખેડૂત પોતાની મગફળી લઇ કેન્દ્ર પર પહોચ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પ્રથમ દિવસે ૪૫ ખેડૂતોને એસએમએસ કરી બોલાવયા છે. પરંતુ મોટાભાગના ખેડૂતો નિરુત્સાહ રહ્યા છે. હજુ લણણી પણ નથી થઇ એમ ખેડૂતો તરફથી જવાબ આપવામાં આવ્યા છે. પરંતું સામે પક્ષે આ વર્ષે ખેડૂતો ખુલ્લા માર્કેટને પ્રાધાન્ય આપી રહ્યા હોય તેનું ચિત્ર પ્રથમ દિવસે સામે આવી રહ્યું છે. તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને ખેડૂતોની રાહ જોઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ