કિન્નરો પાસેથી મળેલો એક રૂપિયાનો સિક્કો દૂર કરી દેશે તમારી તમામ આર્થિક તંગી

By : juhiparikh 02:30 PM, 06 December 2018 | Updated : 02:30 PM, 06 December 2018
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો કિન્નર પાસેથી મળેલો એક રૂપિયાનો સિક્કો તમારું નસીબ બદલી દેશે. હિંદૂ ધર્મમાં કિન્નરોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે કિન્નરોએ આપેલી ભેટને ઘરમાં રાખવાથી હંમેશાં લક્ષ્મી માતાની કૃપા રહે છે.

શાસ્ત્રો અનુસાર જો કોઈ કિન્નર ખુશ થઈને તમને સિક્કો આપે અને જો તમે તે સિક્કો તિજોરીમાં રાખો તો ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહી કરવો પડે. કિન્નરોના આશીર્વાદથી હંમેશા લક્ષ્મીજી કૃપા રહે છે. 

આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે તમે કોઈ કિન્નરને એક સિક્કો ભેટ આપવા માટે સામેથી પણ કહી શકો છો. જો કિન્નર તેમની ઇચ્છાથી સિક્કો ભેટ આપવા માટે તૈયાર થઇ જાય તો તમારું નસીબ બદલાઇ જશે. આ ભેટમાં મળેલો સિક્કો પાસે રાખવાથી ક્યારેય કોઇ કામ અટકશે નહીં. 

કિન્નર દ્વારા ભેટમાં મળેલા આ સિક્કાની ઘરમાં પૂજા કરી શકાય છે, આ સિક્કાના કારણે તમારા પરિવારજનોને કોઇની ખરાબ નજર પણ નહી લાગે. આ સિક્કો પાસે રાખવાથી બિમારી પણ દૂર થઇ જાય છે. ઘરમાં શાંતિની સ્થાપના થાય છે અને ઝઘડાઓનો પણ અંત આવે છે. આ સિક્કાને તમે ઘરના મુખ્ય દરવાજા પર લાલ રંગના કપડામાં બાંધીને લટકાવી પણ શકો છો.Recent Story

Popular Story