અમદાવાદના સોલા વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પારસનગર-સોલા ક્રોસ રોડ પર કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા. તો આ ઘટનાના કારણે વાહનવ્યવહાર પર પણ અસર થઈ હતી. આગ લાગવાથી એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠાણેના કલવા વિસ્તારમાં દિવાલ ધરાશયી થઇ છે. આ દૂર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 19 લોકો ફસાયાં હતા. જેને...