A shocking survey has recently come out in which 3 out of 4 people in India suffer from Vitamin D deficiency
ચોંકાવનારૂ /
વડોદરા-સુરતવાસીઓ ચેતજો ! મોટી સંખ્યામાં લોકોમાં સામે આવી રહી છે, આ ખામી, ટાટાના સર્વેમાં ખુલાસો
Team VTV11:17 PM, 30 Jan 23
| Updated: 11:23 PM, 30 Jan 23
તાજેતરમાં ચોંકાવનારો સર્વે આવ્યો છે જેમાં ભારતમાં 4 માંથી 3 લોકો 'વિટામિન ડી'ની ઉણપથી પીડાય છે જેમાં પણ વડોદરામાં સૌથી વધુ! લોકો હોવાનું બહાર આવ્યું છે.
ટાટા ગૃપનો ચોંકાવનારો સર્વે
ભારતમાં 4 માંથી 3 લોકોમાં 'વિટામિન ડી'ની ઉણપ
વડોદરામાં સૌથી વધુ લોકોનો સમસ્યા ભોગવતા હોવાનું ખુલ્યુ
ટાટા ગૃપ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. જો આ સર્વે પ્રમાણે વાત કરીએ તો ભારત દેશમાં 4 માંથી 3 લોકો વિટામિન ડી ની ઉણપથી પીડાઈ છે. જેમાં ગુજરાતના વડોદરામાં સૌથી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી-એનસીઆરમાં 72 ટકા લોકોમાં આ વિટામિનની ઉણપ જોવા મળી હતી, જેમાં 25 વર્ષ સુધીના 84 ટકા યુવાનોનો સમાવેશ થાય છે.
દેશની 76 ટકા લોકોમાં જોવા મળી ઉણપ
વિટામિન ડી ની ઉનપની વાત કરીએ તો ભારત દેશમાં 76 ટકા વસ્તીમાં આ ઉણપ જોવા મળી છે. દેશના 27 શહેરોમાં અંદાજીત 2.2લાખથી વધુ લોકોના પરિક્ષણના આધારે કરવામાં આવ્યો હતો સર્વે. અને આ સર્વે ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો.
25 વર્ષથી ઓછી ઉંમરના લોકો વધુ પ્રભાવિત
ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે જો વાત કરીએ તો 25 વર્ષ અને તેનાથી ઓછી ઉમરના લોકો વધુ પ્રભાવિત છે.મહત્વનું છે કે આ સર્વેમાં 79 ટાકા પુરુષને લગભગ 75 ટાકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતી
વડોદરામાં સૌથી વધુ લોકો પ્રભાવિત
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને વડોદરામાં વિટામિન ડીની ઉણપ ધરાવતા લોકોની સંખ્યા વધુ છે. સંખ્યા પ્રમાણે જો વાત કરીએ તો સુરતમાં 88 ટકા અને વડોદરામાં 89 ટકા લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે.
ક્યારથી કેસ આવવાની થઈ શરૂઆત?
ટાટા ગ્રુપે કરેલા સર્વે પ્રમાણે એવું સામે આવ્યું છે. જેમાં કોરોનાના કારણે લોકડાઉનમાં વિટામિન-ડીની ઉણપ વધુ વધી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ નિષ્ણાતોએ તારણ આપતા જણાવ્યું કે લોકડાઉન તેમજ પ્રદૂષણ અને ખોરાકમાં જંક ફૂડનો સમાવેશ થવાથી લોકોના શરીરમાં વિટામિન-ડીની ઉણપ વધી આજકાલના યુવાઓ પૌષ્ટિક આહાર ખાતા નથી. જેથી તેની સીધી અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે.
શુ છે વિટામિન ડી અને ક્યાંથી મેળવી શકાય?
વિટામિન ડી ઉપગ સામે આવચેતીના પગલાં લેવા અને ઉણપને નિવારવાની વાત કરતા ડૉ.રાજીવે જણાવ્યું હતું કે વિટામિન ડીને સૂર્યપ્રકાશમાંથી મળતા વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વિટામીન માનવ શરીરની ત્વચા પર સૂર્યના કિરણો મારફતે મળે છે. જે શરીરને કેલ્શિયમ અને ફોસ્ફેટને પચાવવામાં મદદરૂપ સાબિત થાય. જે હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત અને સ્વસ્થ રાખે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ઘણા આફ્રિકન દેશોના લોકો વિટામિન ડીની ઉણપથી સૌથી વધુ પ્રભાવિત છે.
ભારતમાં વિટામિન-D ની અછતથી લોકો પીડિત
દેશમાં દર 4 માંથી 3 લોકોમાં વિટામિન-Dની અછત
દેશમાં કુલ 76 ટકા લોકો વિટામિન-Dની અછતથી પીડિત
દેશના 27 શહેરમાં કુલ 2 લાખ 20 હજાર લોકો પર કરાયું પરીક્ષણ
દેશમાં 79 ટકા યુવકો અને 75 ટકા મહિલાઓમાં વિટામિનની અછત
ગુજરાતના સુરત અને વડોદરામાં સૌથી વધુ લોકો વિટામિન-Dની અછતથી પીડિત
સુરતમાં 88 ટકા અને વડોદરામાં 89 ટકા લોકોમાં વિટામિન-Dની અછત
દિલ્લી-NCR ના 72 ટકા લોકોમાં વિટામિન-Dની અછત
દેશમાં 25 વર્ષ સુધીના 84 ટકા યુવાઓમાં વિટામિન-Dની અછત
25 થી 40 વર્ષની વચ્ચેના લોકોમાં 81 ટકા યુવાઓમાં વિટામિનની અછત
પ્રદૂષણ, જંક ફૂડ સહિત અનિયમિત ખોરાકને કારણે યુવાઓમાં વિટામિનની અછત