A shocking drop in gold and silver prices on the first day of 2021, find out how much
રોકાણ /
2021ના પહેલા જ દિવસે સોના ચાંદીના ભાવમાં ચોંકાવનારો ઘટાડો, જાણો કેટલા ઘટયા
Team VTV07:26 PM, 01 Jan 21
| Updated: 07:31 PM, 01 Jan 21
આજે, 2021 ના પ્રથમ દિવસે રાષ્ટ્રીય રાજધાનીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આજે સોનાના ભાવમાં રૂ .20 નો ઘટાડો થયો અને તે પ્રતિ 10 ગ્રામ રૂ. 49,678 પર પહોંચી ગયો. ટ્રેડિંગના પાછલા દિવસે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 49,698 પર બંધ આવ્યું હતું.
સોના ચાંદીની કિમતોમાં થયો ઘટાડો
વર્ષના પહેલા દિવસે ચાંદીમાં 404 રૂપિયાનો ઘટાડો નોંધાયો
સોવેરેઇન ગોલ્ડ બોન્ડ યોજનાનો આજે છેલ્લો દિવસ
ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવ રૂ 404 ઘટીને રૂ. 67,520 થયો છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 67,924 હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદીની કિંમત ઔંસ દીઠ અનુક્રમે 1,895 યુએસ ડોલર અને 26.34 યુએસ ડોલર છે.
છેલ્લા 10 વર્ષોમાં આપ્યું 151 ટકા રિટર્ન
જો જાન્યુઆરી 2011 થી ડિસેમ્બર 2020 ના આંકડા પર નજર કરીએ તો, વળતરની બાબતમાં સેન્સેક્સ અને સિલ્વર બંને પર સોનું ભારે રહ્યું છે. સોનાએ આ દાયકામાં 151 ટકા વળતર આપ્યું છે. સોનાએ 2011 માં સારી લીડ લીધી હતી, પરંતુ તે પછી જાન્યુઆરી 2012 થી જૂન 2017 સુધીમાં તે લગભગ 28,000 જેટલું હતું. એટલે કે, તેણે સાડા પાંચ વર્ષ સુધી કોઈ વળતર આપ્યું ન હતું. સોનાની કિમતમાં ડિસેમ્બર 2019થી ચડત શરૂ થઈ હતી.
સોવેરેઇન ગોલ્ડ બોન્ડ યોજનાનો આજે અંતિમ દિવસ છે
સોવેરેઇનગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત રોકાણકારો બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે સોનું ખરીદી શકે છે. આ યોજના ફક્ત પાંચ દિવસ માટે જ ખુલ્લી છે અને 1 જાન્યુઆરી, 2021 એ આજે તેનો અંતિમ દિવસ છે. તેથી જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો વિલંબ ન કરો. તેના વેચાણ પરના નફામાં આવકવેરાના નિયમો હેઠળ મુક્તિ સાથે ઘણા વધુ લાભ મળશે.
સસ્તામાં સોનું ખરીદવાની તક
આ યોજના હેઠળ રોકાણ કરવા માટેનો સમયગાળો 28 ડિસેમ્બર 2020 થી શરૂ થયો હતો. આ યોજનામાં રોકાણ માટે સરકાર દ્વારા પાંચ દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા સોનાના બોન્ડમાં રોકાણ કરવાની નાણાકીય વર્ષ 2020-21ની આ નવમી શ્રેણી છે. પ્રથમ શ્રેણી 20 એપ્રિલ 2020 થી શરૂ થઈ હતી અને 24 એપ્રિલ 2020 ના રોજ સમાપ્ત થઈ.
યોજના હેઠળ, તમે પ્રતિ ગ્રામ દીઠ 5000 રૂપિયામાં સોનું ખરીદી શકો છો. એટલે કે, જો તમે 10 ગ્રામ સોનું ખરીદો છો, તો તેની કિંમત 50,000 રૂપિયા છે અને જો ગોલ્ડ બોન્ડ ઓનલાઇન ખરીદવામાં આવે છે, તો સરકાર આવા રોકાણકારોને રૂ 50 ની વધારાની છૂટ આપે છે.