બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A serious water problem arises in the beginning of summer in Garod village of Kheda
ParthB
Last Updated: 11:08 AM, 16 April 2022
ADVERTISEMENT
રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારની કારમી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજ્યમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં પાણીના પોકાર સંભળાઇ રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના છે.
ખેડાના ગરોડ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા
ADVERTISEMENT
ખેડાના ગરોડા ગામની કે જ્યાં પાણી ના એક એક ટીપાં માટે લોકો વલખા મારી રહ્યા છે. ગરોડ ગામમાં અંદાજીત છૂટાછવાયા 400૦ થી વધુની વસ્તી ધરાવે છે પરંતુ અહીંયા પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોની સ્થિતિ કફોળી બની છે.ગામમાં વનોડા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગામમાં સપ્તાહમાં બે વાર પાણી મળે છે. જેને લઈને ગ્રામજનોને પાણી માટે ખાનગી બોર અને ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે.
ગ્રામજનો પાણી માટે ખાનગી બોર અને ટેન્કર પર નિર્ભર
બીજી તરફ ગામના પશુઓ માટે એક સંપમાં સંગ્રહ કરેલા પાણી પર આધાર રાખવો પડે છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાના કારણે ગામમાં કરેલા બોરમાં પાણી આવતું નથી. જેને લઈને 600 રૂપિયાના ભાવે ટેન્કર ભાડે કરીને કપડવંજથી કેટલાક લોકો પાણી મેળવે છે.
છેલ્લા 30 વર્ષથી બનેલી પાણીની ટાંકીમાં પાણીનું એક ટીપું નથી આવ્યું - ગ્રામજનો
મહત્વનું છે કે, ગરોડ ગામે નળ સે જળ યોજના હજુ સુધી પહોંચી નથી. જ્યારે છેલ્લા 30 વર્ષથી બનેલ પાણીની ટાંકીમાં પાણીનું એક ટીપું ન આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આમ ગુજરાત મોડેલ ની મોટી મોટી વાતો થઈ રહી છે પરંતુ ગ્રામ્ય કક્ષાએ વાસ્ત વિકતા કંઈક અલગ જ છે.
Vtv સળગતા સવાલ ?
- શું પ્રિ-મોનસૂન કામગીરીની જેમ પ્રિ-સમર કામગીરી પણ નિષ્ફળ ગઇ?
- શા માટે ઉનાળાની શરૂઆત પહેલા પાણીની પુરતી વ્યવસ્થા નથી?
- શું તંત્રને ઉનાળામાં પાણીની જરૂરિયાત અંગેનો ખ્યાલ નહોતો?
- શા માટે ગરોડ ગામે હજુ સુધી નળ સે જળ યોજના પહોંચી નથી?
- શા માટે વિકસિત ગુજરાતમાં મહિલાઓને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે?
- શા માટે મહિલાઓ આકરા તાપમાં પાણી માટે વલખા મારવા મજબૂર?
- પાણીની સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ કેમ નહીં?
- શા માટે દર ઉનાળે પાણી માટે પોકાર ઉઠે છે?
- માણસો જ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પશુ-પક્ષીઓને કોણ પુરુ પાડશે પાણી?
- 4 હજારની વસ્તી પાણી માટે વલખા મારે તે કેટલું યોગ્ય?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.