બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A school student of Jasra village drowned in the sea of Diu

કરુણાંતિકા / દિવનો દરિયો પ્રવાસમાં ફરવા આવેલ બાળક માટે બન્યો કાળ, દુર્ઘટના પહેલાના દ્રશ્યો કાળજું કંપાવે તેવા

Malay

Last Updated: 12:13 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના જસરા ગામની અદ્વૈત વિદ્યામંદિર શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું દિવના દરિયામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીનું દરિયામાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

  • બનાસકાંઠાના વિદ્યાર્થીનું દરિયામાં ડૂબી જતા મૃત્યુ
  • જસરા ગામની શાળાનો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબ્યો
  • શાળાના પ્રવાસે ગયેલ વિધાર્થીનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ

દરિયા કિનારે કે નદી કિનારે પ્રવાસે જતાં લોકોએ ખાસ ચેતવાની જરૂર છે. અવારનવાર ડૂબી જવાથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે દિવના દરિયામાં બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીનું દિવના દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. લાખણીના જસરા ગામની અદ્વૈત વિદ્યામંદિર શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીનું દિવના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વિદ્યાર્થી દરિયાના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું 
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામની શાળાના વિદ્યાર્થીઓ દિવાળીના વેકેશનમાં દિવના પ્રવાસે ગયા હતા. અહીં તમામ વિદ્યાર્થીઓ નાગવા બીચ પર નહાવા પડ્યા હતા. જ્યાં ધોરણ 10માં અભ્યાસ કરતો ગર્વ ત્રિવેદી નામનો વિદ્યાર્થી પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. 

પરિવારમાં છવાયો શોકનો માહોલ
દિવના દરિયામાં અચાનક ડૂબી જતાં ગર્વ ત્રિવેદીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Jasra student જસરા દરિયામાં ડૂબ્યો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબી જતા મોત બનાસકાંઠા banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ