બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા, સામે આવ્યું આયુષ્માન કાર્ડનું કનેક્શન
Last Updated: 01:47 PM, 14 November 2024
વડોદરા તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કૌભાંડ બહાર આવે એવી શક્યતા જોવા મળી હતી. જેમાં વડોદરાની અંજના હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીનો વીડિયો તાજેતરમાં વાયરલ તયો હતો. આ વીડિયોમાં દર્દીના ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં ઓક્સિજન માસ્કની જરૂર ન હોય તો પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય જેવા ખુલાસા દર્દી દ્વારા કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
માસ્ક પહેરાવી રાખ્યા બાદ તેને કઢાવી નાખવામાં આવ્યા
મળતી માહિતી મુજબ અને દર્દીએ વીડિયોમાં આપેલ નિવેદન મુજબ જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે. જે બાદ ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પાડી આયુષ્માન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. દર્દીએ વધુંમાં જણાવ્યું હતું કે ચેકીંગ આવવાનું હતું એટલે ICUમાં દાખલ તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. કલાકો સુધી માસ્ક પહેરાવી રાખ્યા બાદ તેને કઢાવી નાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
હોસ્પિટલના તંત્ર દ્વારા રોજ ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે, અને ફોટા પાડીને બાદમાં માસ્ક કઢાવી નાખવામાં આવે છે. અંજના હોસ્પિટલ વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલી છે. ત્યારે હાલ બહુ ચર્ચિત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ જ અહીં મોટી ગોલમાલ થવાની શક્યતા દેખાઇ હતી. ત્યારે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT