બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A rickshaw puller attacked a youth in Nikol

ક્રાઈમ / રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો! અમદાવાદના નિકોલમાં હૈયું કંપાવે તેવી ઘટના

Dinesh

Last Updated: 03:35 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિકોલમાં રિક્ષા ચાલકે ભાડાં બાબાતે વૃદ્ધ સાથે કરી મારામારી, વૃદ્ધને બચાવવા જતા યુવક પર પણ રિક્ષા ચાલકે તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો અને જાનથી મારી નાખવાની પણ આપી ધમકી

  • રિક્ષા ચાલકે ભાડાં બાબાતે વૃદ્ધ સાથે કરી મારામારી
  • વૃદ્ધને બચાવા જતા યુવક પર પણ રિક્ષા ચાલકે કર્યો હુમલો
  • રિક્ષા ચાલકે યુવકને જાનથી મારી નાખવાની પણ આપી ધમકી


રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા માટે પોલીસ કડક વલણ અપનાવી રહી છે છતાં પણ અસામાજિક તત્વો બેફામ બનતા હોય તેવું જણાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં માણસની માનસિક્તા બદલાતી હોય તેમ નાની નાની બાબતમાં વિકૃત હરકત કરી લે છે અને નજીવી બાબતે કોઈના પર હુમલો કરવો તો જાણે સામાન્ય જ બની ગયો તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદના નિકોલમાં રિક્ષા ચાલકે યુવક પર હુમલો કર્યોનું જાણવા મળ્યું છે. 

નિકોલમાં રિક્ષા ચાલકે યુવક પર કર્યો હુમલો
અમદાવાદમાં રિક્ષા ચાલકે એક યુવક પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના આવી છે કે, રિક્ષા ચાલક અને મુસાફર સવાર વૃદ્ધ વચ્ચે ભાડા બાબતે બોલાચાલી થઈ જે બાદ રિક્ષા ચાલકે વૃદ્ધને ભાડાની બાબતે જ મારામારી કરી હતી. તે વૃદ્ધને બચાવવા માટે યુવક ગયો હતો અને આ બધી ઘટના વચ્ચે તે રિક્ષા ચાલકે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. રિક્ષા ચાલકોની મનમાની સૌ કોઈ જાણે છે પરંતુ આવી ભાંડાની સામાન્ય બાબતે હુમલો કરવો તે એક મોટી બાબત છે. રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો! 

રિક્ષા ચાલકે યુવકને મારી નાખવાની આપી ધમકી
રીક્ષા ચાલકે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે જે બાદમાં તે રિક્ષા ચાલકે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જે સમગ્ર ઘટના બાબતે નિકોલ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ahemdabad nikol આતંકી હુમલો રિક્ષા ચાલક વૃદ્ધ અને યુવક Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ