બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / સડક લઈને સંસદ સુધી, બદલાઈ રહ્યા છે રાહુલ ગાંધીના તેવર, રાહુલ ગાંધીના પરિવર્તન પાછળ આ ટીમનો છે 'હાથ'
Last Updated: 07:30 AM, 2 August 2024
કોંગ્રેસને 44થી 99 બેઠક સુધી પહોંચાડવાથી લઈને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે બોલવા સુધી તમે રાહુલ ગાંધીને ઘણા બદલાયેલા જોયા હશે. એક સમયે, તેમની જે પપ્પુની ઈમેજ હતી, એ ધીરે ધીરે હવે ભૂંસાઈ રહી છે. જનતાની સાથે સાથે સત્તા પક્ષ પણ રાહુલ ગાંધીને સીરિયસલી લેવા લાગ્યો છે. જો કે, રાહુલ ગાંધીમાં આવેલા આ પરિવર્તન પાછળ એક બે વ્યક્તિ નહીં એક આખી ટીમ છે.
ADVERTISEMENT
ધ્યાન ખેંચી રહ્યું છે રાહુલ ગાંધીમાં આવેલુ પરિવર્તન
લોકસભા ચૂંટણી 2024માં શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસમાં ફરીએકવાર જોશ જોવા મળી રહી છે. એકશન મોડમાં આવેલા રાહુલ ગાંધી સૌ કોઇનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેમનું ફેન ફોલોઈંગ પણ સતત વધી રહ્યું છે. ક્યારેક રાહુલ ગાંધી સામાન્ય જનતાની વચ્ચે જોવા મળે છે તો ક્યારેક તેઓ પોતાના ભાષણને કારણે ચર્ચાનો વિષય બની જાય છે,ક્યારેક તેઓ સામાન્ય હેર કટિંગ સલુનમાં દાઢી કરાવવા બેસી જાય છે તો ક્યારેક મીઠાઇવાળાને ત્યાં મીઠાઇ ખરીદવા જાતે પહોંચી જાય છે.
ADVERTISEMENT
પપ્પુમાંથી અગ્રેસિવ નેતા સુધીનું પરિવર્તન
રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા બે સંબોધનો સતત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. તેમની બોડી લેન્ગવેજથી લઈને તેમના શાબ્દિક પ્રહારો લોકોમાં ચર્ચા જગાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ પોતાના પરથી બેદરકાર અને કેઝ્યુઅલ અભિગમ ધરાવતા નેતાનો ટેગ હટાવી દીધો છે. અત્યાર સુધી તેમના પર ગંભીર રાજકારણી ન હોવાની છાપ હતી. તેમના અચાનક વિદેશ જવા અને રાજકારણમાંથી ગાયબ થવાથી તેમની છબી પર અસર પડી હતી. હવે રાહુલ ગાંધીમાં સાતત્ય જોવા મળી રહ્યું. તેમની અસર સ્પષ્ટ દેખાય છે અને લોકો તેમને ગંભીરતાથી લઇ રહ્યા છે.
ગઠબંધનની રાજનીતિમાં જબરજસ્ત પર્ફોર્મન્સ
અત્યાર સુધી રાજકીય નિષ્ણાતો પણ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે સીરિયસલી નહોતા લેતા. કારણ કે ભાજપની સામે દરેક પક્ષોને એક પ્લેટફોર્મ પર લાવવામાં તેમનો ખાસ કોઈ રોલ નહોતો. પરંતુ છેલ્લી લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન બનાવી, ટકાવી રાખવામાં અને વિપક્ષના નેતા તરીકે દરેક પક્ષને તે સાથે લઈને ચાલી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનમાં રાહુલ ગાંધીએ જે ભૂમિકા ભજવી તેના બધા જ સાક્ષી છે. એટલે સુધી કે બેઠકોની વહેંચણીમાં પણ રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફથી ઉદારતા દર્શાવી હતી
વંચિતોના અવાજ તરીકેની છબી
છેલ્લા ઘણા મહિનાઓથી રાહુલ ગાંધી વંચિતો, પીડિતોના નેતા ઉભરી આવ્યા છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે.વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ રાહુલ ગાંધીની જવાબદારી વધી ગઈ છે, અને વિપક્ષના નેતા તરીકેની તેમની શરૂઆત ખુબજ ધુંઆધાર દેખાઇ રહી છે. તેમની સ્પીચના જે શબ્દો હોય છે તેમાં ધાર વર્તાય છે. એક જાણીતા અખબારે પોતાના રિપોર્ટમાં રાહુલ ગાંધીની ટીમને લઈને મોટો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ તેમની ટીમ વિશે, જે પડદા પાછળ રાહુલ ગાંધીની દરેક જવાબદારી સંભાળે છે.
આ છે રાહુલ ગાંધીની ટીમ
મલ્લિકાર્જુન ખડગે
હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના એવા ખડગે લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા એલાયન્સની રચના પાછળ પ્રેરક બળ છે. સંસદ સત્ર દરમિયાન, તેઓ તેમની ટીમની મદદથી વિપક્ષ માટે ફ્લોર સ્ટ્રેટેજી નક્કી કરે છે. જે સત્તા પક્ષને જવાબ આપવા પર મજબૂર કરે છે.
અલંકાર સવાઈ
ICICI બેંકના ભૂતપૂર્વ કર્મચારી અલંકાર સવાઈ ઘણા વર્ષોથી રાહુલ ગાંધી સાથે કામ કરી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધીની આંખ અને કાન મનાય છે. રાહુલ ગાંધીને મળવાની અંતિમ પરવાનગી તેમની પાસેથી લેવી પડે છે. એટલે દેશમાં શું ચાલી રહ્યું છે, પ્રજાનો મૂડ શું ચે, દે દરેકની ચર્ચા રાહુલ અલંકાર સાથે કરે છે.
કૌશલ વિદ્યાર્થી
ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ બિહારના કૌશલ વિદ્યાર્થી 2019માં વિદ્યાર્થી રાહુલ ગાંધીના સત્તાવાર ખાનગી સચિવ હતા. તેઓ મોટાભાગે સંસદના સત્રો અથવા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સાથે જોવા મળે છે. તેઓ રાહુલ ગાંધી અને અન્ય રાજકીય નેતાઓ વચ્ચેની કડી છે. કૌશલ જ રાહુલ ગાંધીનું ભાષણ તૈયાર કરતા હોવાનું માનવામાં આવે છે. .
કે.બી.બાયજુ
પૂર્વ એસપીજી અધિકારી કે.બી બાયજુએ 2010માં નોકરી છોડી દીધી હતી અને રાહુલ ગાંધીની ટીમમાં જોડાયા હતા. બાયજુ રાહુલ ગાંધીના સમગ્ર લોજિસ્ટિક્સ અને મુસાફરીનું ધ્યાન રાખે છે. તેઓ રાહુલ ગાંધી માટે પ્રવાસનું આયોજન કરે છે. એટલે રાહુલ ગાંધી ક્યારે ક્યાં જશે, તે કે. બી. બાયજુ પર નિર્ભર છે.
કે. સી. વેણુગોપાલ
કોંગ્રેસના મહાસચિ કે.સી વેણુગોપાલ રાહુલ ગાંધીના સૌથી વિશ્વાસુ લોકોમાંના એક છે. 2017માં, તેઓ કોંગ્રેસના મહાસચિવ બન્યા અને ગોવા અને કર્ણાટક જેવા રાજ્યોનો હવાલો સંભાળ્યો. તેમણે ઘણી વખત મુશ્કેલીમાં પાર્ટીને સંભાળી છે.
સુનિલ કાનુગોલુ
ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કાનુગોલુએ 2022માં કોંગ્રેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ 2024 માટે કોંગ્રેસના ચૂંટણી ટાસ્ક ફોર્સનો ભાગ હતા.કોંગ્રેસની કર્ણાટક અને તેલંગાણા વિધાનસભાની જીતનો શ્રેય તેમને જાય છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ તેમની મોટી ભૂમિકા હતી. કોંગ્રેસ સાથે કામ કરતા પહેલા તેઓ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર સાથે જોડાયેલા હતા.
બી. શ્રીવત્સ
બી. શ્રીવત્સ રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળે છે. રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર શું લખશે તે વિશે માત્ર બી શ્રીવત્સ પોતાનો અભિપ્રાય આપે છે. તેઓ 2021માં રાહુલ ગાંધીની ટીમમાં જોડાયા હતા.
મણિકમ ટાગોર
તમિલનાડુના ત્રણ વખતના લોકસભા સાંસદ મણિકમ ટાગોર હાલ લોકસભામાં કોંગ્રેસના વ્હીપ છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. દક્ષિણ ભારતની જનતા અને જનતાના મૂડ વશે મણિકમ ટાગોર જ રાહુલ ગાંધીને ઇનપુટ્સ આપે છે.
ગૌરવ ગોગોઈ
લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈ સાંસદ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળથી જ રાહુલ ગાંધીની નજીક છે. ગોગોઈ હવે સંસદમાં કોંગ્રેસના મુખ્ય નેતાઓમાંના એક છે અને તેમને રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાય છે..
સામ પિત્રોડા
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા દાયકાઓથી ગાંધી પરિવારની નજીક છે. પિત્રોડાએ તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ કોંગ્રેસના વિદેશ વિભાગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ પ્રમુખ તરીકે પાછા ફર્યા છે. પિત્રોડા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોનું આયોજન પિત્રોડા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.