A police investigation into the Morbi tragedy reveals that greed and haste were the main reasons behind the tragedy
મરા'મત' નું નાટક /
તહેવાર, રજાઓ, અને કમાણી.. શું કોન્ટ્રાક્ટરની ઉતાવળે લીધો 135 લોકોનો જીવ, મોરબી દુર્ઘટનાની તપાસમાં ઉઠયા મોટા સવાલ
Team VTV11:41 PM, 02 Nov 22
| Updated: 11:48 PM, 02 Nov 22
મોરબી દુર્ઘટમાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, પોલીસ તપાસમાં જાણવા મળે છે કે પૈસાની લાલચ અને ઉતાવળ દુર્ઘટનાનું મુખ્ય કારણ
મોરબી દુર્ઘટમાં પોલીસ તપાસમાં કેટલાક ખુલાસા
મોરબી દુર્ઘટમાં સર્જાવાનું કારણ પૈસાની લાલચ અને ઉતાવળ
પોલીસે કહ્યું એક પણ આરોપી તપાસમાં સહકાર આપતો નથી
ગુજરાતના મોરબી દુર્ઘટનામાં સમગ્ર રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો છે. 135 નિર્દોષ લોકોએ કોઈ દોષ વિના જીવ ગુમાવ્યો છે. પોલીસ અને તપાસ એજન્સી દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે, ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે કેટલાક ખુલાસા પણ થઈ રહ્યા છે. મોરબીના કેબલ બ્રિજના નવીનીકરણનું કામ સોંપવામાં આવેલી ઓરેવા કંપની પર આ ઘટસ્ફોટ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
પૈસાની લાલચે દુર્ઘટના
પોલીસ તપાસમાં મોટી વાત સામે આવી છે. જે ઓરેવા કંપનીએ ઓક્ટોબરમાં જ બ્રિજને લોકો માટે ખુલ્લો મુક્યો હતો, વાસ્તવમાં બ્રિજ ખોલવાનો સમય ડિસેમ્બર હતો. પોલીસના જણાવ્યા અનુસાર કંપનીને રિનોવેશન માટે ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ દિવાળી નજીક આવી રહી હોવાથી તહેવારમાં વધુ કમાણી કરવાની હાય લાગી હતી. સમય પહેલા જ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 135 લોકોના મોતનું એક મોટું કારણ પણ માનવામાં આવી રહ્યું છે.
દેવ પ્રકાશ ફેબ્રિકેશનનો શું હાથ
પોલીસ રિમાન્ડ કોપી બહાર આવી છે તેમાં એક પણ આરોપી તપાસમાં સહકાર આપતો ન હોવા પર ભાર મુકવામાં આવ્યો છે. રિપેરીંગ કામને લઈ પણ કોઈના તરફથી કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. દરેક જણ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિમાન્ડ કોપીમાં દેવ પ્રકાશ ફેબ્રિકેશનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે 2022માં પણ ઓરેવા કંપનીને સસ્પેન્શન બ્રિજના નવીનીકરણનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ દેવ પ્રકાશ ફેબ્રિકેશન સાથે ક્રોસ ટેન્ડર પણ કરવામાં આવ્યું હતું. હવે આ સોદામાં દેવ પ્રકાશ ફેબ્રિકેશન કેવી રીતે સામેલ થયું પોલીસ તેની તપાસ કરી રહી છે.
ઓરેવાએ મોરબી કલેક્ટરને પત્ર લખ્યો હતો
મળતી માહિતી મુજબ આપને જણાવી દઈએ કે આ પત્ર ઓરેવા કંપની દ્વારા મોરબીના કલેક્ટરને બે વર્ષ પહેલા 20 ઓગસ્ટના રોજ લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવાએ ઉલ્લેખ કર્યો હતો કે મોરબીના ઝૂલતા પુલ માટે કંપનીને કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો આવી સ્થિતિમાં સંપૂર્ણ સમારકામ યોગ્ય રીતે થશે નહીં. માત્ર કામચલાઉ કામ કરવામાં આવશે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ થશે તો તે સ્થિતિમાં કંપની રિપેરિંગ માટે કોઈ મટિરિયલ કે સામાન મંગાવશે નહીં. જ્યાં સુધી કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે ત્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય તેવી શરત મૂકવામાં આવી હતી. ઓરેવા કંપનીએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે તે આ પુલને કામચલાઉ સમારકામ કરીને જ ખોલશે.