બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 10થી વધુ યાત્રિકોનાં મોત, જાણો કેટલા મુસાફરો હતા સવાર

BIG BREAKING / નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 10થી વધુ યાત્રિકોનાં મોત, જાણો કેટલા મુસાફરો હતા સવાર

Last Updated: 12:45 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Plane Crash Latest News : પ્લેનેપાળના કાઠમંડુના એરપોર્ટ પર પ્લેન ક્રેશમાં 15 મુસાફરોના મોત થયા છે. આ પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ રનવે પર જ પડી ગયું હતું. આ અકસ્માતમાં એક પાયલોટનો બચાવ થયો હતો.

Nepal Plane Crash : નેપાળથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાનમાં 19 મુસાફરો હતા. અકસ્માત બાદ આમાંથી 15 મુસાફરોના મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. ચાર મુસાફરોને બચાવી લેવાયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વિમાન નેપાળના કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. પ્લેન સૂર્યા એરલાઈન્સનું એરક્રાફ્ટ નંબર 9N - AME (CRJ 200) હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયું હતું, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ પ્લેનમાંથી આગના ગોળા પણ નીકળતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો : આ છે વિશ્વના 10 તાકાતવર પાસપોર્ટ, ભારત પણ મજબૂત રેન્કિંગમાં, જુઓ લિસ્ટ

એક પાયલોટ સુરક્ષિત, સારવાર ચાલુ

કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમ સ્થળ પર હાજર છે. રેસ્ક્યુ ટીમે વિમાનની આગને બુઝાવી દીધી છે. 15 મૃતદેહો મળી આવ્યા છે. વિમાન દુર્ઘટનામાં સુરક્ષિત રીતે બચી ગયેલા પાયલોટની તબિયત સુધરે પછી અકસ્માત અંગે પૂછપરછ કરી શકાય છે.

સૂત્રોનું માનીએ તો નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાના જવાનોને સ્થળ પર મોકલ્યા છે. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જે પ્રકારની આગ ફાટી નીકળી છે તે ખરાબ સમાચાર સૂચવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ