બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વ્યાજખોરોએ વધુ એકનો જીવ લીધો, યુવાનને એવો હેરાન કર્યો કે કંટાળીને કર્યો આપઘાત, 9 વિરૂદ્ધ ફરિયાદ
Last Updated: 09:07 AM, 9 November 2024
રાજ્યમાં વ્યાજખોરીના કારણે થતી ઘટનાઓમાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે. જેમાંમ વ્યાજખોરોના કારણે લોકોને જીવન ટુંકાવાની વારી આવી છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી.
ADVERTISEMENT
દરજીકામ કરતો હતો યુવક
જેમાં અમદાવાદના વાડજમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક વ્યક્તિને આપઘાત કરવાની વારી આવી હતી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને આપઘાત કરી લીધો હતો. દરજીકામ કરતા યુવક સમીર પીઠડીયાએ 1 નવેમ્બરે આપઘાત કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 12મીએથી લીલી પરિક્રમા, શ્રદ્ધાળુઓની સગવડ માટે કલેક્ટર એક્ટિવ, આપ્યાં મોટા આદેશ
જો કે ઘટનાના અઠવાડિયા બાદ મૃતકની પત્નીએ 9 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવકે 10%ના વ્યાજે લીધેલા પૈસા ચૂકવ્યા છતાં વ્યાજખોરો કાર અને એક્ટિવા લઇ ગયા હતા. આ ઉપરાંત સમગ્ર ઘટનામાં સમીર પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લેતા આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. જેને પગલે પોલીસે 9 વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.