બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 4 તારીખમાં જન્મેલા વ્યક્તિના જીવનમાં હોય છે રાજપાઠ યોગ, ખેંચાઇને આવે છે ધન દોલત

અંકશાસ્ત્ર / આ 4 તારીખમાં જન્મેલા વ્યક્તિના જીવનમાં હોય છે રાજપાઠ યોગ, ખેંચાઇને આવે છે ધન દોલત

Last Updated: 09:34 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકશાસ્ત્ર પ્રમાણે ચાર એવી તારીખો છે જે તારીખે જન્મ થવાથી તે લોકોમાં રાજસી ગુણ હોય છે. તેઓ ઊંચા પદ મેળવી શકે છે. તેમની પાસે કીર્તિ અને ધન આપોઆપ આવે છે.

અંકશાસ્ત્ર એક રસપ્રદ વિષય છે જે અન્ય લોકો વિશે ઉંડાણપૂર્વક જાણવામાં મદદ કરે છે. અંકશાસ્ત્રથી ભવિષ્યને સમજવામાં પણ મદદ મળે છે. તેમાં માત્ર અમુક આંકડા જોઈને ભવિષ્ય વિશે વિશ્લેષણ કરવામાં આવે છે. જેથી અંકશાસ્ત્ર ખૂબ લોકપ્રિય બન્યું છે. અહીંયા આપણે એવી 4 તારીખ વિશે જાણીશું જે તારીખે જન્મ થયો હોવાથી તે લોકો રાજસી ગુણ ધરાવતા હોય છે. તે એક ચોક્કસ મૂળાંક સાથે જોડાયેલા હોય છે. ચાલો જાણીએ કે કયા મૂળાંક નંબરમાં જન્મેલા લોકોમાં રાજસી ગુણો હોય છે.

  • નિર્ભીક અને મહત્વાકાંક્ષી
    જેનો મૂળાંક 1 હોય તેઓ રાજસી ગુણો ધરાવતા હોય છે. અંકશાસ્ત્ર મુજબ 1 મૂળાંક ધરાવતા લોકો મોટાભાગે નિર્ભીક, મહત્વાકાંક્ષી, દૃઢ નિશ્ચયી અને આત્મનિર્ભર હોય છે. તેઓમાં નેતૃત્વ ક્ષમતા પણ હોય છે. આ બધા ગુણોથી રાજસી વ્યક્તિત્વ બને છે.
  • 1 મૂળાંકના સ્વામી ગ્રહો
    અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 1નો સ્વામી સૂર્ય છે. સૂર્ય ગ્રહને આત્મવિશ્વાસ, ઉર્જા અને જીવનશક્તિનું પ્રતિક માનવામાં આવે છે. જેમાં 4 એવી તારીખ હોય છે જે તારીખે જે જન્મ્યા હોવાથી તેમના સ્વભાવ, ગુણો અને કામકાજ પર સૂર્ય ભગવાનનો ઘણો પ્રભાવ પડે છે. આ મૂળાંકના લોકો ખૂબ જ પ્રામાણિક, દ્રઢ નિશ્ચયી અને સામાજિક સરોકાર સાથે સંકળાયેલા હોય છે.
PROMOTIONAL 4

  • મૂળાંક 1ની જન્મ તારીખ
    જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે થયો હોય તેઓની મૂળ સંખ્યા 1 હોય છે. આ મૂળાંકના લોકો મહત્વકાંક્ષી હોય છે. આ લોકો હંમેશા ઉચ્ચ લક્ષ્યોને પ્રાપ્ત કરવા સખત મહેનત પણ કરે છે. તેથી તેમની પાસે ધન અને કીર્તિ આપોઆપ આવે છે.
  • રાજકારણમાં મળે છે ઉચ્ચ સ્થાન

મૂળાંક 1ની  1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે જન્મેલા લોકો અન્ય લોકોને પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે છે. તેઓ સ્વાભાવિક નેતા હોય છે. આવા લોકો અત્યંત આત્મવિશ્વાસ ધરાવતા હોય છે અને કોઈપણ પડકારનો સામનો કરવામાં સક્ષમ હોય છે. આથી મૂળાંક 1 વાળા લોકો રાજનીતિમાં ખૂબ જ સફળ હોય છે અને ઊંચા પદો મેળવે છે.

  • બનાવે છે નવો ઇતિહાસ
    મૂળાંક 1ના ઉપર મુજબની 4 તારીખે જન્મેલા લોકો સ્વતંત્રતાને ખૂબ મહત્વ આપે છે અને અન્ય પર નિર્ભર રહેવું પસંદ નથી કરતા. એવી માન્યતા છે કે આ મૂળાંકના લોકોમાં નવા વિચારો અપનાવવાની ક્ષમતા હોય છે. આવા લોકો પોતાની નેતૃત્વ ક્ષમતાથી ઈતિહાસ પણ બનાવે છે.

વધુ વાંચો : શું તમે પણ જૂના કપડાં બીજાને આપી દો છો? સેવામાં ઊલટું પડી શકે, વાસ્તુના આ નિયમ જાણો

  • આ માટે હોય છે તેઓમાં રાજસી ગુણ

મૂળાંક 1 ધરાવતા લોકોનો સૂર્ય સાથે સીધો સંબંધ હોય છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને તે રાજકીય શક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતીક છે. આથી જ 1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે જન્મેલા લોકોમાં સૂર્યના પ્રભાવને લીધે રાજસી ગુણો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Sun Mulank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ