બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ, ભાજપ સાથે મળેલા હોવાનો આક્ષેપ
Last Updated: 06:17 PM, 24 April 2025
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકા કાંડ સામે આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર વિરુદ્ધ પત્રિકા વાઇરલ થઇ છે. બંને નેતાઓ પર આક્ષેપ કરતી નનામી પત્રિકાઓ વાઇરલ થઇ છે.પત્રિકામાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ છે. નામ વિનાની પત્રિકામાં હિમ્મતસિંહ પટેલ અને શૈલેષ પરમાર ભાજપ સાથે મળેલા હોવાનો આરોપ કરાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરીએ કરી 400 કરોડ રૂપિયાના બોનસની જાહેરાત
કોંગ્રેસ કાર્યલય પર પથ્થરમારાની ઘટનામા હિંમતસિંહ પટેલે ભાજપ સાથે સેટિંક કર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલિ ચઢાવાઈ હોવાનો આરોપ પણ લગાવાયો છે. ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલની હવા ખાવી પડી હોવાનો આરોપ પત્રિકામાં કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.