બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સગો મામો હેવાન બન્યો, 9 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ આચર્યું, બેનના ઘેર રહેવા આવ્યોતો
Last Updated: 02:57 PM, 15 June 2024
સુરતના ભેસ્તાનમાં સગા મામાએ 9 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેમને પણ આ સમાચાર મળ્યાં તેઓ આઘાત પામ્યાં હતા. મૂળ બિહારના ભાગલપુરનો રહેવાશી શખ્સ તાજેતરમાં ભેસ્તાનમાં રહેતી તેની બેનના ઘેર રોકાવા આવ્યો હતો. શખ્સ રોજગારી માટે પોતાના ગામથી સુરત આવ્યો હતો. શનિવારે જ્યારે બેનની 9 વર્ષની ભાણી ઘેર એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને તેણે ભાણીને શિકાર બનાવી હતી અને તેની પર રેપ કર્યો હતો.
ADVERTISEMENT
બાળકીના પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
આ ઘટના બાદ ભારે આઘાતની લાગણી વ્યાપી હતી. ઘટના બાદ પીડિતાના પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી હાલમાં ફરાર છે. પોલીસ કેસ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
ADVERTISEMENT
સુરતમાં પરપ્રાંતીયના રેપની ઘટના
ADVERTISEMENT
આ પહેલા માર્ચમાં પણ સુરતમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ અને ઝારખંડ રહેવાશી બે શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો જેમને ઝડપી પાડવામાં આવ્યાં હતા. પીડિતા 18 માર્ચે તેના ઘરેથી ગુમ થઈ હતી, ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 363 (અપહરણ) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી અને તેને શોધવા માટે ઘણી ટીમો બનાવી હતી. 23 માર્ચના રોજ, છોકરીનો અર્ધ નગ્ન શરીર તે જ્યાં રહેતી હતી તે વિસ્તારની નજીક ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ડોકટરોએ પાછળથી પુષ્ટિ કરી કે હત્યા કરતા પહેલા બાળકી પર બળાત્કાર થયો હતો.બંને છોકરીના પડોશમાં રહેતા હતા અને જે દિવસે તેણી ગુમ થઈ હતી તે દિવસે કામ છોડી દીધું હતું આ પછી તેમની બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.