બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A new variant of Corona has spread in the country, 76 cases have been found in 6 states

BIG NEWS / દેશમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ, 6 રાજ્યોમાં મળ્યાં 76 કેસ, નિષ્ણાંતોએ આપી ગંભીર ચેતવણી

Mahadev Dave

Last Updated: 06:02 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. વધતા જતા કોરોનાના આ કેસ પાછળ નવો વેરિએન્ટ XBB.1.16 જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • રાજ્યોમાં કોરોનાના વધતા કેસથી ચિંતા
  • XBB.1.16 નામના વેરિયન્ટનેં લઈ તંત્ર થયું દોડતું
  • 6 રાજ્યોમાંથી 76 કેસ મળ્યા

દેશમાં જાણે કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યા હોય તેમ અનેક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. વધતા જતા કોરોનાના આ કેસ પાછળ નવો વેરિએન્ટ XBB.1.16 જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે ઇણસકોગના  ડેટા અનુસાર વેરિયન્ટના કુલ 76 જેટલા કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે અને દેશમાં પણ તાજેતરમાં વધતા જતા કોરોના પાછળ જવાબદાર હોવાનું માની શકાય છે. આ વેરિએન્ટના કર્ણાટકમાં 30 કેસ નોંધાયા છે. તો મહારાષ્ટ્રમાં 29 કેસ અને પાંચ કેસ પંડુચેરીમાં તથા પાંચ કેસ દિલ્હીમાં જોવા છે.

Tag | VTV Gujarati


માર્ચ મહિનામાં પણ 15 કેસ જોવા મળ્યા

આ ઉપરાંત ગુજરાત અને તેલંગાણામાં પણ એક એક સામે આવ્યા છે અને હિમાચલ પ્રદેશ તથા ઓડિશામાં પણ કેસ જોવા મળી રહ્યા છે. SARS COV2 જેનોમિક્સ કન્સોર્તિયમના ડેટા અનુસાર XBB.1.16 નો પ્રથમ કેસ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો જેમાં બે સ્મેપલના પરીક્ષણ દરમિયાન આ વેરિયન્ટ એ દેખા દીધી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં 59 સેમ્પલમાં આવેલી અને પોઝિટિવ આવ્યો હતો અને હવે માર્ચ મહિનામાં પણ 15 કેસ જોવા મળતા આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે. 

આ વ્યક્તિ પાછલા ડોઢ વર્ષથી કોરોના પોઝિટિવ જ આવી રહ્યો છે, આટલી વખત કરાવ્યા કોરોના  ટેસ્ટ | person tested coronavirus positive more than 75 time in last one  year

નિષ્ણાતોએ આપી આ સલાહ

બીજી બાજુ નિષ્ણાતોના મત પ્રમાણે કોરોના કેસોમાં થઈ રહેલા વધારા પાછળ પણ આ વેરિયન્ટ જ જવાબદાર મનાઈ રહ્યો છે.  આ ચેપથી બચવા નિષ્ણાતોએ પણ લોકોને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે. એઇમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે કોરોના કેસમાં વધારો XBB.1.16 નો વેરિએન્ટને કારણે અને h3n2 ના પગલે ઈનફ્યુએન્ઝાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ બંને વાયરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોનાના નિયમોનું પાલન કરવાથી ચેપને રોગ ફેલાતો અટકાવી શકાય છે. બીજી તરફ અત્યાર સુધી મળેલા જે પણ કેસો છે તે ગંભીર ન હોવાથી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona કોરોનાનો નવો વેરિયન્ટ ગંભીર ચેતવણી નિષ્ણાંતો વેરિયન્ટ corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ