Friday, May 24, 2019

જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક

જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો મામલે ભત્રીજા સુનિલ ભાનુસાળીનો VTV સમક્ષ ખુલાસો કર્યો છે. સુનિલે જણાવ્યું કે એમને પોતાની હત્યા અંગે અગાઉ આશંકા વ્યક્ત કરી હતી અને પરિવારને સાચવીને રહેવાની સલાહ આપી હતી.

આ ઉપરાંત જણાવ્યું કે રાજનીતિમાં આ હદે લોકો ઉતરી જશે તેવી કલ્પના ન હતી. અનેકવાર જાહેરમાં છબીલ પટેલે ધમકીઓ આપી હતી. જ્યારે મૃતદેહ સ્વિકારવા અંગે હજુ કોઇ નિર્ણય લીધો નથી. સુનિલે જણાવ્યું કે સામાજિક આગેવાનો જે નિર્ણય લેશે તે પરિવારને માન્ય રહેશે.

કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાએ અનેક સવાલો ઊભા કર્યા છે. તો અનેક સામે શંકાની સોય તાકતી કરી દીધી છે. ગત દિવસોમાં વિવાદોમાં અને કાંડમાં ઘેરાયેલા રહેલા જયંતી ભાનુશાળીની હત્યાએ રાજકીય વર્તુળમાં ચકચાર મચાવી છે. જેમાં શાસક પક્ષ તટસ્થ તપાસની વાત કરી હુમલાથી બચવાના પ્રયાસ કરી રહ્યો છે તો આ તરફ વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાનો  મોકો મળી ગયો છે.

સયાજીનગરી એક્સપ્રેસમાં ભૂજથી મુંબઈ જતી વખતે મોરબી અને માળિયા મિયાણા વચ્ચે જ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની જીવનયાત્રા પૂરી થઈ ગઈ. કોઈ અજાણ્યા શખસે જયંતીભાઈની છાતી અને આંખમાં ગોળીઓ ધરબી દીધી અને અને એક ઘાતકી વારદાતને અંજામ આપી દીધો. આ ઘટનાથી જયંતીભાઈના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે તો ગુજરાતના રાજકીય વર્તુળમાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશપ્રમખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાએ રાજકીય ગલિયારામાં ખળભળાટ મચાવ્યો છે. સરકાર પર વિપક્ષ દ્વારા આક્ષેપોના હુમલાઓ શરૂ થઈ ગયા છે. કેમ કે જયંતી ભાનુશાળી આસપાસ ગત દિવસોમાં અનેક વિવાદોએ આકાર લીધો હતો. તેના પડઘા હજુ શમ્યા ના શમ્યા તે પહેલા તેમની આમ અચાનક હત્યા થતાં જાણે કે આ હત્યામાં રાજકીય ષડયંત્રએ ભાગ ભજવ્યો હોય તેમ વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના મોતનું રહસ્ય ક્યારે ઉકેલાય તે કોયડો છે પરંતુ 5 મહિના પહેલા શરૂ થયેલા વિવાદ પછી વહેલી સવારે ભાનુશાળીનું મર્ડર થયું છે. એક ક્લિપીંગને કારણે આ વિવાદ શરૂ થયો હતો અને મોટેભાગે જાહેરમાં આવીને ક્યારેય ન બોલતા ભાનુશાળી અચાનક વિવાદમાં આવી ગયા હતા. 

તેમના પ્રતિસ્પર્ધી તરીકે અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને પછી ભાજપમાં આવીને પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છબીલ પટેલનું નામ જાણીતું છે. કહેવાય છે કે છબીલ પટેલ અને ભાનુશાળી વચ્ચેની રાજકીય સ્પર્ધાએ જ કેટલીક ઘટનાઓને જન્મ આપ્યો છે. તેમાંની જ એક ઘટના જુલાઈ મહિનામાં ઘટી જ્યારે ભાનુશાળી પર એક પરણીત મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો. આ આરોપ પછી ભાનુશાળી જાહેરમાં આવ્યા અને તેમણે તેમના રાજકીય પતાવટનો ડર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ ડર સાચો પડયા પછી વિપક્ષ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કરી દીધા હતા.  

જયંતી ભાનુશાળીની હત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. કેમ કે જે રીતે જયંતી ભાનુશાળી આસપાસ વિવાદ સર્જાયો હતો તેને કોઈ વ્યવસાયિક કનેક્શન કરતાં રાજકીય કનેક્શન વધારે હતું. નલિયાકાંડ બહાર આવ્યા બાદ અનેક મોટા માથાના નામ બહાર આવવાની તૈયારી હતી ત્યારે બધાની નજર જયંતી ભાનુશાળી ક્યારે મોં ખોલે તેના પર મંડાયેલી હતી પરંતુ તે મોં ન ખૂલ્યું અને હવે તે હમેંશ માટે બંધ થઈ ગયું ત્યારે સવાલ એ થાય છે કે ભાનુશાળીના દુશ્મન કોણ છે? શું નલિયાકાંડના અનેક રહસ્યો જાણતા હતા ભાનુશાળી? શું ભાનુશાળીની હત્યા પાછળ રાજકીય સમીકરણો જવાબદાર છે? શું ભાનુશાળીની હત્યા રાજકીય ષડયંત્રનો હિસ્સો છે? શું જયંતિ ભાનુશાળીની હત્યા રાજકીય મર્ડર છે? શું તેઓ નલિયા દુષ્કર્મ કાંડની અંદરના અનેક રહસ્યો જાણતા હતા? નલિયા કેસમાં મોટા નેતાઓની સંડોવણીની ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ હતું? અનેક મોટા માથાઓની લાજ રાખનાર ભાનુશાળીનો અંત આ રીતે કેમ? 
જયંતિ ભાનુશાળીની થયેલી ક્રુર હત્યા મામલે હવે SITની રચના કરવામાં આવી છે. એ.ટી.એસ અને ક્રાઈમ બ્રાંચની ટીમને સાથે રાખીને SITની રચના કરવામાં આવી છે. જેમાં પ્રથમ એક્શન તરીકે પવન મોર્ય નામના વ્યિક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. પવન મોર્યએ જ ભાનુશાળીની હત્યાના પ્રથમ સમાચાર રેલવે પોલીસને આપ્યા હતા. તપાસની શરૂઆત થઈ ગઈ છે. જો રાજકીય પ્રભાવથી મુક્ત તટસ્થ તપાસ થાય તો આરોપી ઝડપાતા વાર નહી લાગે. કેમ કે અંતે તો બધુ રાજકીય ઈરાદા પર આધાર રાખે છે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ