બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતો મુસ્લિમ પરિવાર, જે 25 વર્ષથી તૈયાર કરે છે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા
Last Updated: 06:52 PM, 11 October 2024
પાલનપુરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના મથુરાથી આવી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દશેરામાં દહન કરવા માટે રાવણ,મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની કામગીરી કરે છે તેમની અદભુત કલાકારી થી ખુશ થઈ પાલનપુર રામસેવા સમિતિ દ્વારા છેલ્લા 25 વર્ષથી મથુરાના આ મુસ્લિમ પરિવારને જ આ કામગીરી સોંપવામાં આવે છે.
ADVERTISEMENT
રામ સેવા સમિતિના પ્રમુખ કમલેશભાઇએ જણાવ્યું હતુ કે મથુરાથી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દર વર્ષે નવરાત્રી પહેલા પાલનપુર આવી જાય છે અને 35 થી 40 દિવસ પાલનપુરમાં જ રોકાઈ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની કલાકારીગરી કરે છે ઉત્તર પ્રદેશથી પાલનપુરમાં આવતા આ મુસ્લિમ પરિવાર પોતાની બહેન દીકરી અને પત્ની સાથે પાલનપુર આવે છે છતાં તેમને પણ કોઈ જ પ્રકારનો ભય, ડર કે કોઈ સંકોચ થતો નથી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આવતા આ મુસ્લિમ પરિવાર અને રામ સેવા સમિતિ અને વચ્ચે વિશ્વાસ અને સુરક્ષાના સંબંધો બંધાયા છે. અહીંયા રોકાતા મુસ્લિમ મહિલા સભ્યો સહિત તમામને જરૂરી સગવડો પણ રામ સેવા સમિતિ જ પૂરી પાડે છે.
ADVERTISEMENT
પાલનપુરમાં રાવણ,મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની જવાબદારી લેનારા મુસ્લિમ પરિવાર પાલનપુરમાં આવીને કામગીરી કરતા હતા ત્યારે હાલ તેમના દીકરાઓ દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે આ કલા કારીગરીમાં મુસ્લિમ પરિવારના સભ્યો દ્વારા 35 થી 40 દિવસમાં 61 ફૂટનો રાવણ અને 51- 51 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ ત્રણેય પૂતળા બનાવવામાં આશરે 200 વાસ, 100 કિલો મેંદો,300 કિલો પેપર, 50 કિલો રંગીન પેપર, 50 કિલો સુતળી,50 કિલો દોરો અને 100 જેટલી સાડીના કપડાની જરૂર પડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Video: 11 હજાર અમેરિકન ડાયમંડથી રતન ટાટાની અદભુત છબી કરાઇ તૈયાર, પોટ્રેટ જોતા રહી જશો
ADVERTISEMENT
જોકે રામ સેવા સમિતિ દ્વારા પાલનપુરમાં આવીને કામગીરી કરનારા આ મુસ્લિમ પરિવારને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.