a mouth symptom can describe gum disease inflammation and heart attack connection
હેલ્થ /
ચેતી જજો હો! જડબામાં જોવા મળે આ પ્રકારના લક્ષણો તો હોઈ શકે છે હાર્ટ એટેકની વોર્નિંગ
Team VTV11:59 AM, 25 Oct 21
| Updated: 12:00 PM, 25 Oct 21
કાર્ડિયોવસ્ક્યૂલર ડિસીઝની તરફ ઈશારો કરનાર અમુક સંકેતો પર આપણું ધ્યાન નથી રહેતું. પરંતુ આવા લક્ષણ દેખાય તો ન કરો અવગણના
આવા લક્ષણો ન કરો નજરઅંદાજ
થઈ શકે છે હાર્ટ એટેક
મોઢોની અંદરના લક્ષણો આપે છે એટેકની વોર્નિંગ
હાર્ટ એટેક માટે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, જેનેટિક ડિસોર્ડર અથવા વધતી ઉંમર જેવા કારણો જવાબદાર હોય છે. પરંતુ કાર્ડિયાવસ્ક્યૂલર ડિસીઝની તરફ ઈશારો કરનાર અમુક સંકેતો પર આપણું ધ્યાન નથી જતું. એક સ્ટડી અનુસાર, મોઢાની અંદર નદર આવતા અમુક લક્ષણ પણ હાર્ટ એટેકની વોર્નિંગ સાઈન હોઈ શકે છે.
ફોરસિથ ઈંસ્ટિટ્યુટ અને હારવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિરો દ્વારા કંડક્ટ જર્નલ ઓફ પીરિયોડોંટલમાં પ્રકાસિત એક રિપોર્ટ અનુસાર, પીરિયડોંટાઈટિસથી પીડાઈ રહેલા લોકોમાં હાર્ટ એટેક સાથે સંબંધિત બિમારીઓનું જોખમ વધી જાય છે. ડોક્ટર્સને પેઢામાં સોજો અને આર્ટરિયલ ઈનફ્લેમેશનની વચ્ચે એક મજબૂત કનેક્શન જોવા મળ્યું છે. જે હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓના કારણે થઈ શકે છે.
આ સ્ટડીની શરૂઆતમાં 304 વોલંટિયર્સનવી નસો અને પેઢાની ટોમોગ્રાફી સ્કેન કરી. ચાર વર્ષ બાદ ફરી તેને લોકોએ સ્કેનિંગ કરી જેમાં 13 લોકોમાં હાર્ટ સંબંધિત બિમારીઓનું જોખમ જોવા મળ્યું હતું. સંશોધકોએ જોયું કે પીરિયોડોંટલ ઈન્ફ્લેમેશન ગ્રસિત લોકોમાં હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો વધારે હોઈ શકે છે.
મોઢામાં જોવા મળતા આ લક્ષણોને ન કરો ઈગ્નોર
સંશોધકોએ જણાવ્યા અનુસાર, એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પીરિયોડોંટલ ડિસીઝ પહેલા જે લોકોને હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ રહી છે તેમાં હાર્ટ ડિસીઝનો ખતરો ન હતો. જે લોકોને પેઢામાં સોજો જોવા મળ્યો ફક્ત તેમનામાં જ આવી મુશ્કેલીઓ જોવા મળી. સંશોધકોએ જાણ્યું કે પીરિયોડોંટસ ઈન્ફ્લેમેશન હાડકાના માધ્યમથી સંકેત વાળી કોષિકાઓને એક્ટિવેટ કરે છે. જેમાં નસોમાં ઈન્ફ્લેમમેશનની સમસ્યા વધી જાય છે.
સંશોધકોએ ચેતાવણી આપતા જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ હાર્ટની બિમારીઓ પ્રત્યે સંવેદનશીલ છે તો એવા લોકોને પીરિયોડોંટલ ડીસીઝને ઈગ્નોર ન કપવા જોઈએ. તમે ઈચ્છો તો તેના માટે ડેંટિસ્ટની મદદ પણ લઈ શકો છો. ડેંટિસ્ટ તમારા પેઢાની તપાસ કર્યા બાદ સંભવિત ખતરા વિશે જણાવી શકશે અને સમય રહેતા તેની સારવાર કરી શકાશે.