બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / ગુજરાત ટાઈટન્સ સામે પહાડ જેવો સ્કોર, શ્રેયસના અણનમ 97 રન, PBKSએ કુલ 243 રન ફટકાર્યા
Last Updated: 09:47 PM, 25 March 2025
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની મેચ નંબર-5 ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ રહી છે. IPL 2025 માં બંને ટીમોની આ પહેલી મેચ છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
મેચમાં પહેલી વિકેટ કાગીસો રબાડાએ લીધી હતી.પંજાબની 5 વિકેટ પડી, પ્રભસિમરન સિંહ 5 રન બનાવીને આઉટ થઇ ગયા.તો પંજાબની ટીમે 20 ઓવરમાં 243 રન કરીને જંગી સ્કોર ખડકી દીધો હતો
Iss season ka ek hi maqsad ➡ 𝐁𝐚𝐬, 𝐉𝐞𝐞𝐭𝐧𝐚 𝐇𝐚𝐢! 💪#PunjabKings #IPL2025 #GTvPBKS #BasJeetnaHai pic.twitter.com/r3I8KwYbOa
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
ADVERTISEMENT
પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ 97 રન બનાવ્યા હતા.તો બીજી તરફ શશાંક સિંહે 16 બોલમાં 44 રનનની તોફાની ઇનિંગ રમી હતી,તો ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોઇ નાખ્યા હતા,કેપ્ટન શ્રેયસ અય્યરે 42 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ગુશશાંક સિંહેજરાત સામે જંગી સ્કોર ખડકી દીધો હતો.
શ્રેયસ અય્યરની તોફાની બેટીંગ
Sarpanch Saab ♥️pic.twitter.com/WPgyqIeibE
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
પંજાબ કિંગ્સનો દાવ 243 રનમાં સમાપ્ત થયો. છેલ્લી ઓવરમાં, શશાંક સિંહે મોહમ્મદ સિરાજના બોલ પર 5 ચોગ્ગા ફટકાર્યા અને ઓવરમાંથી કુલ 23 રન બનાવ્યા. જોકે, આ કારણે, કેપ્ટન શ્રેયસને આ ઓવરમાં એક પણ બોલ રમવાની તક મળી નહીં અને તે 97 રન (42 બોલ, 9 છગ્ગા, 5 ચોગ્ગા) બનાવીને અણનમ પાછો ફર્યો. શશાંકે 16 બોલમાં 44 રન બનાવ્યા.
ગુજરાતે બીજી ઓવરના ચોથા બોલ પર વિકેટ લેવાની તક ગુમાવી દીધી હતી. કાગીસો રબાડાના બોલ પર પ્રિયાંશે ઉંચો શોટ રમ્યો હતો પરંતુ રાશિદ ખાન અને અરશદ ખાન વચ્ચેની મૂંઝવણના કારણે કેચ ચૂકી ગયો હતો. અરશદની મિસફિલ્ડિંગ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગામાં પરિણમી હતી
Sarpanch Saab hain na! 😍
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
First 50 as a sher for Shreyas Iyer.#PunjabKings #IPL2025 #GTvPBKS #BasJeetnaHai pic.twitter.com/jGQBedafuA
મેચમાં ગુજરાત-પંજાબનો પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, માર્કો જોહ્ન્સન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, આર સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.