બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રીલબાજીના ચક્કરમાં માતાએ નાનકડા ભૂલકાંનો જીવ મૂક્યો જોખમમાં, Video વાયરલ થતા જ યુઝર્સે લીધી આડેહાથ

વાયરલ / રીલબાજીના ચક્કરમાં માતાએ નાનકડા ભૂલકાંનો જીવ મૂક્યો જોખમમાં, Video વાયરલ થતા જ યુઝર્સે લીધી આડેહાથ

Last Updated: 09:11 AM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યો ત્યારથી લોકો ફેમસ થવા માટે અવનવા સ્ટંટ કરતાં રહે છે. અમુક રમૂજી હોય છે પણ અમુક એવા ખતરનાક હોય છે કે જે જાનલેવા સાબિત થઈ શકે છે. વીડિયો લેવાના ચક્કરમાં લોકોએ જાણ ગુમાવ્યા હોય કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોય તેવું પણ બન્યું છે ત્યારે એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે એક બાળક અને માતાનો છે.

સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા અને રાતોરાત ફેમસ થઈ જવા માટે લોકોમાં વિચિત્ર સ્ટંટ અને ખતરનાક વીડિયો અપલોડ કરવાનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પોતાના નાના બાળક પાસે જાણે સ્ટંટ કરાવતી હોય એમ તેને છતની ધાર પર ઉભુ રાખે છે જે ખરેખર જોખમી છે. વીડિયોમાં એક મહિલાના એક હાથમાં મોબાઈલ છે અને બીજા હાથથી તેણે બાળકને પકડયું છે.

સોશિયલ મીડિયા માટે વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @varsha._.yaduvanshi_tanwar નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે " Good Morning everyone. I am a brave boy exploring world and taking vitamin D with my beloved mom." ( સૌને શુભ સવાર. હું એક બહાદુર બાળક છું જે દુનિયાને અનુભવી રહ્યો છું અને મારી માતા સાથે વિટામિન ડી લઈ રહ્યો છું). વીડિયોમાં બાળક એક ઊંચાઈએ ધાબાની ધારે બેઠેલુ દેખાય છે જે તેના જીવ માટે જોખમી થઈ શકે છે.

વધુ વાંચો: આ નળ એટલે દુનિયાની આઠમી અજાયબી! વીડિયોમાં જુઓ ક્યાંથી ખુલે અને કેવી રીતે આવે છે પાણી

યુઝર્સે લીધી આડેહાથ

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા પછી વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ઘણા યુઝર્સે બાળકની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી જ્યારે કેટલાક લોકોએ આ માટે મહિલાની ટીકા કરી. એક યુઝરે કહ્યું, “તમે બચી ગયા કારણ કે આ ભારત છે. જો આ યુકે કે યુએસ હોત તો બાળ સેવાઓ આવીને તમારા બાળકને લઈ ગઈ હોત.” બીજા યુઝરે લખ્યું “આ ખૂબ જોખમી છે આવું ન કરો.” કેટલાક લોકોએ માતાની ટીકા કરી અને લખ્યું કે માતા ક્યારેય પોતાના બાળકને જોખમમાં નથી મૂકતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Reels Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ