બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A monk raped a married woman in the hallol of Panchmahal

પંચમહાલ / સાધુના વેશમાં હેવાન! તંત્ર વિધીના નામે હાલોલમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં

Dinesh

Last Updated: 04:44 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના હાલોલમાં એક આશ્રમમાં સંતાન પ્રાપ્તિ માટેની વિધી માટે આવતી પરણિત મહિલા સાથે સાધુએ આચર્યું દુષ્કર્મ, હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

  • પંચમહાલના હાલોલમાં સાધુએ પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યું
  • સંતાન પ્રાપ્તિ માટેની વિધી માટે આવતી પરણિત મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
  • સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ


રાજ્યમાં વધુ એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પંચમહાલના એક આશ્રમમાં પરણિત મહિલા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. હાલોલના આશ્રમમાં સાધુએ પરણિત મહિલા પર દુષ્કર્મ  આચર્યુ છે.

સાધુએ પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યું
સંતાન પ્રાપ્તિ માટેની વિધી માટે આવતી પરણિત સાથે પંચમહાલમાં સાધુએ દુષ્કર્મ આચર્યુ છે. સાધુએ મહિલાને સંતાન પ્રાપ્તિ માટે અગાઉ 2થી 3 વખત વિધિ માટે બોલાવાઈ હતી જે બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પીડિત મહિલાને તબીબી પરીક્ષણ માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ આચરનાર સાધુને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીનું નિવેદન
પોલીસ અધિકારીએ જણાવ્યું કે,  રામ ટેકરી ડુંગરી ઢાબા પાસેના એક સાધુએ એક પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે બાબતે અમે તપાસ કરી રહ્યાં છીએ. ભોગ બાનનારની મેડિકલ તપાસણી ચાલી રહી છે. ભોગ બનનારને બાળક નહોતા થઈ રહ્યાં અને લગ્નગાળાનો સમય 10 વર્ષ જેવા થયેલા હોય જેના માટે દવાખાને અને બાધાઓ કરી રહી હતી. સંતાન પાપ્તીની બાધાએ આવેલી પરણિત મહિલા પર સાધુએ બળાત્કાર આચર્યું છે.
 

પોલીસ અધિકારી

 

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal દુષ્કર્મ પરણિત મહિલા પોલીસ ફરિયાદ સાધુ હાલોલ Panchmahal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ