બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A missile suddenly struck a Ukrainian road amid vehicular traffic

રશિયા-યુક્રેન યુદ્ધ / વાહનોની અવરજવર વચ્ચે યુક્રેનના રસ્તા પર એકાએક ત્રાટકી મિસાઇલ, VIDEO જોઇ કંપી ઉઠશો

Priyakant

Last Updated: 11:35 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia-Ukraine War News: યુક્રેનની રાજધાની કિવમાં એક બેલેસ્ટિક મિસાઇલ ચાલતી કાર પાસે પડી, વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર એકાએક મિસાઇલપડતાં અફરાતફરીનો માહોલ

  • રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 15 મહિનાથી વધુ સમય 
  • વાહનોની અવરજવર વચ્ચે યુક્રેનના રસ્તા પર એકાએક ત્રાટકી મિસાઇલ
  • રશિયન બેલેસ્ટિક મિસાઇલ કારથી માત્ર ઇંચ દૂર પડી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 15 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મહત્વનું છે કે, આ યુદ્ધ દરમિયાન બંને સેનાના લાખો જવાનો શહીદ થયા છે. ઘણી વખત બંને દેશોની સેનાઓ એકબીજા પર ખતરનાક મિસાઈલ હુમલા પણ કરે છે. આ બધાની વચ્ચે હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રશિયન બેલિસ્ટિક મિસાઈલ દિવસના અજવાળામાં યુક્રેનની રાજધાની કિવમાં રસ્તાની વચ્ચે પડી અને વિસ્ફોટ થઈ હતી. 

યુક્રેનની રાજધાની કિવમાં સોમવારે એટલે કે 29 મેના રોજ એક બેલેસ્ટિક મિસાઇલ ચાલતી કાર પાસે પડી હતી. કારની અંદર બેઠેલા બંને કાર સવારોનું નસીબ એવું હતું કે, તેઓ ભાગી છૂટ્યા હતા. રશિયન બેલેસ્ટિક મિસાઇલ કારથી માત્ર ઇંચ દૂર પડી હતી. આ ઘટના રાત્રે ડ્રોન હુમલા બાદ બની હતી.

યુક્રેનના ચીફ ઓફ સ્ટાફ વેલેરી ઝાલુઝનીએ શું કહ્યું ? 
યુક્રેનના ચીફ ઓફ સ્ટાફ વેલેરી ઝાલુઝનીના જણાવ્યા અનુસાર રશિયન સેનાએ સવારે લગભગ 11.30 વાગ્યે કિવ પર 11 બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો છોડી હતી. જોકે યુક્રેનની સેનાએ તમામ મિસાઇલોનો નાશ કર્યો હતો. કિવમાં આકાશમાં વિખરાયેલા મિસાઈલના ટુકડાઓ પરથી તેનો નજારો સ્પષ્ટ દેખાતો હતો.

કિવ સૈન્ય પ્રશાસને શું કહ્યું ? 
કિવ સૈન્ય પ્રશાસને કહ્યું કે, મિસાઇલોનો કાટમાળ કિવના વિવિધ વિસ્તારોમાં પડ્યો હતો. એક મિસાઈલ રસ્તાની વચ્ચે પડી અને ઈમારત પર પણ પડી. આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. બેલેસ્ટિક મિસાઈલના વિસ્ફોટને કારણે સ્થાનિક લોકો ખૂબ જ બેચેન થઈ ગયા હતા . તે તમામ લોકો રાત્રીના હુમલા પહેલા જ પરેશાન હતા. 

શું કહ્યું સ્થાનિકોએ ? 
એલિના કેસેનોફોન્ટોવા 50 વર્ષીય સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જે બન્યું તે પછી તે વધુ ડરી ગઈ હતી. હું હજુ પણ ધ્રૂજું છું. આ સિવાય રાત્રે રશિયન મિસાઈલ હુમલાથી ડરી ગયેલા 24 વર્ષીય આર્ટેમ ઝાયલાએ કહ્યું કે, હુમલા બાદ હું ભૂગર્ભમાં જતો રહ્યો. મેં બે-ત્રણ ધડાકા સાંભળ્યા બાદ હું બાથરૂમમાં જતો રહ્યો. મને સમજાયું કે કંઈક ભયંકર થઈ રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી અને ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સકી બંનેએ આ બાબતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે, ડરેલા સ્કૂલના બાળકો દોડી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Russia-Ukraine war કિવ બેલેસ્ટિક મિસાઇલ મિસાઇલ યુક્રેન રશિયા યુક્રેન યુદ્ધ Russia-Ukraine war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ