A miracle happened again in Turkey: After 13 days, 3 people survived after 13 days, see VIDEO
તબાહી /
તુર્કીયેમાં ફરી થયો ચમત્કાર: 13 દિવસ બાદ મોતને થપ્પો કહી જીવતા બચી ગયા 3 શખ્સ, જુઓ VIDEO
Team VTV07:06 PM, 19 Feb 23
| Updated: 07:10 PM, 19 Feb 23
તૂર્કીના બચાવકર્મીઓએ વિનાશકારી ભૂકંપના આશરે 12 દિવસ બાદ શુક્રવારે એક 45 વર્ષના વ્યક્તિને કાટમાળ નીચેથી જીવતો બહાર કાઢ્યો હતો.
તૂર્કીમાં વિનાશકારી ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે
ભૂકંપના કારણે 46 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ
13માં દિવસે કાટમાળ નીચેથી લોકોને જીવતા બહાર કાઢવા એ ચમત્કારથી ઓછું નથી
તૂર્કીમાં વિનાશકારી ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. તેની વચ્ચે તૂર્કીમાં કેટલાક ચમત્કાર પણ થઈ રહ્યા છે. તૂર્કીમાં ભૂકંપના 296 કલાક બાદ ત્રણ લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ત્રણ 13 દિવસ સુધી કાટમાળની નીચે ભૂખ્યા તરસ્યા છતાં જીવતા રહ્યા હતા. બચાવકર્મીઓ માટે પણ આ એક મોટી સફળતા છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ
તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કાટમાળને હટાવવાની કામગીરી ચાલુ છે. 10માં દિવસે પણ કાટમાળ નીચેથી બે મહિલાઓ અને બે બાળકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. 13માં દિવસે પણ કાટમાળ નીચેથી લોકોને જીવતા બહાર કાઢવા એ કોઈ ચમત્કારથી ઓછું નથી.
12 દિવસ બાદ 45 વર્ષના વ્યક્તિને બચાવકર્મીઓએ જીવતો બહાર કાઢ્યો
આ પહેલા તૂર્કીના બચાવકર્મીઓએ વિનાશકારી ભૂકંપના આશરે 12 દિવસ બાદ શુક્રવારે એક 45 વર્ષના વ્યક્તિને કાટમાળ નીચેથી જીવતો બહાર કાઢ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ઠંડીના વાતાવરણમાં કાટમાળ નીચે બચાવકર્મી આખુ સપ્તાહ બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બચી ગયેલા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. 278 કલાક બાદ એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો
સીરિયાઈ સરહદની પાસે એક દક્ષિણી પ્રાંત હાટેમાં 7.8 તીવ્રતાના ભૂકંપના 278 કલાક બાદ હકન યાસિનોગ્લુ નામના વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર દેખાતી તસવીરોમાં બચાવકર્મી સાવધાનીથી એક વ્યક્તિને ઈમારતના ખંઢેર વચ્ચે સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે. ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે વહેલી સવારે ત્રણ અન્ય લોકોને બચાવાયા હતા, જેમાં એક 14 વર્ષના છોકરો પણ સામેલ હતો.