બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બનાસકાંઠાના વિભાજનને લઈ મોટા સમાચાર, કેબિનેટ બેઠકમાં થઈ શકે ફેર વિચારણા
Last Updated: 06:27 AM, 22 January 2025
આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ફેર વિચારણા કરવામા આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ફેર વિચારણા કરવામાં આવશે
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિવાદને લઈ સરકાર દ્વારા ફેર વિચારણા કરવામાં આવશે, ઉપરાંત વિભાજન બાદ થયેલા વિવાદ અને કેટલાક વિસ્તારને બનાસકાંઠામાં સમાવવા બાબતે સરકાર સમિક્ષા કરશે. આ ઉપરાંત બજેટ સત્રની તૈયારીઓને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. અને સત્ર દરમિયાન રજૂ થનાર સરકારી વિધેયકો પર ચર્ચા થશે.
આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય
જોકે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ચર્ચા સંભવ છે. કારણે આજ રોજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બજેટ સત્રના આહવાહનના કારણે રાજ્ય સરકાર નીતિ વિષયક વિષયો પર જાહેરાત કરી શકશે નહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.