બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / માનસિક વિકૃત પિતાએ દીકરીને અડપલાં કર્યા! સુરતમાં બાપ દીકરીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો, આવી રીતે ફૂટ્યો ભાંડો
Last Updated: 09:23 AM, 13 November 2024
સુરતમાં એક પિતાની વિકૃત માનસિકતા છતી કરતો કિસ્સો સામે આવ્યો છે.. કપોદ્રા વિસ્તારમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે શારિરીક છેડતી કર્યાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પાંચ દિવસથી નરાધમ પિતા દીકરી સાથે છેડતી કરી રહ્યો હતો.. આ ઘટના અંગે સ્વયં દીકરીની માતાએ જ પોલીસ સમક્ષ ફરીયાદ કરી છે. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
18 વર્ષની દિકરી બાજુમાં રુમમાં સુતી હતી ત્યારે નરાધમ પિતા તેની બાજુમાં સૂઇ ગયો હતો અને શારીરિક અડપલા કર્યા હતા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી પતિની આ હરકતોને લઇને આખરે પત્નીજ પોલીસ સમક્ષ પહોંચી હતી અને દિકરી સાથે થઇ રહેલી છેડતીને લઇ પતિ સામે ફરીયાદ કરી હતી. પોલીસ ત્યારબાદ તુરંત હરકતમાં આવી હતી અને 45 વર્ષીય પિતાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં અચરજ! અનેક વાહનો વડે કચડાયેલી ડેડી બોડી મળતાં ચકચાર, વધી ગુનાખોરી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.