બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A meeting was held in Gandhinagar under the chairmanship of Union Minister Nitin Gadkari

ઉચ્ચ સ્તરીય બેઠક / નીતિન ગડકરીએ ગાંધીનગરમાં કરી બેઠક: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, ધોલેરા સહિત અનેક પ્રોજેક્ટને લઈને કરાઇ સમીક્ષા

Malay

Last Updated: 03:35 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈ-વે પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે બેઠક મળી, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કરાઈ સમીક્ષા.

  • નીતિન ગડકરીની અધ્યક્ષતામાં બેઠક
  • ગાંધીનગરમાં યોજવામાં આવી બેઠક
  • હાઈવે પ્રોજેક્ટ્સ પર કરવામાં આવી ચર્ચા

ગાંધીનગર ખાતે નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્યો, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ

વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સની કરાઈ ચર્ચા
ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સમીક્ષા કરવામાં આવી હતી. તો રાજ્યના અન્ય ફોરલેન હાઈવેની કામગીરીનો ચિતાર મેળવવામાં આવ્યો હતો.

મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મેળવ્યો ચિતાર
નીતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે અને થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ ચિતાર મેળવ્યો હતો. 

નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે આટલા રૂપિયાનો થશે ખર્ચ
નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટે 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ માટે 52 હજાર 775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.  30 હજાર 908 કરોડ રૂપિયાના 1 હજાર 366 કિમીના 22 કામો આયોજનના તબક્કામાં છે. આમ ગુજરાતમાં નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1 લાખ 8 હજાર 690 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Meeting Nitin Gadkari gandhinagar ગાંધીનગર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે નીતિન ગડકરી મહત્વની બેઠક gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ