બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A meeting was held between Patidar leaders Naresh Patel and Jairam Patel in Rajkot

ચૂંટણીનો રંગ / રાજકોટમાં પાટીદારના 2 મોટા અગ્રણીઓ વચ્ચે બેઠક, ચોતરફ ચર્ચાએ પકડ્યું જોર

Vishnu

Last Updated: 07:59 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનું રાજકારણ પાટીદાર સમાજની આસપાસ હંમેશા કેન્દ્રિત રહ્યું છે. 2022ની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર વધ્યો છે.

  • રાજકોટમાં પાટીદારના બે મોટા અગ્રણીઓ વચ્ચે બેઠક
  • સરદાર પટેલ ભવનમાં પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક
  • નરેશ પટેલ અને જયરામ પટેલ વચ્ચે બેઠક યોજાઇ    

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માગ ઉઠી છે. 

પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને જયરામ પટેલ વચ્ચે બેઠક યોજાઇ
ત્યારે ચૂંટણી પહેલા પાટીદાર સમાજના 2 મોટા અગ્રણી નરેશ પટેલ અને જયરામ પટેલ વચ્ચે બેઠક યોજાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડયું છે. ફરી અનામત કેસ પરત સાથે એક ટેબલ પર પાટીદાર અગ્રણીઓ રજૂઆત કરી શકે તેવા એંધાણ છે. સરદાર પટેલ ભવનમાં બંને પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકને લઇને નરેશ પટેલે ટેલીફોનિક નિવેદન આપતા કહ્યું કે પાટીદાર અગ્રણીઓ વચ્ચે સામાજિક બેઠક યોજાઈ છે કોઈ રાજકિય ચર્ચા કરવામાં આવી નથી.

15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ 
હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં મત આપે છે. 

પાટીદારોનો કેટલો છે પાવર? 

  • - રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે 
  • - જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો  પાટીદાર સમુદાયમથી હતા 
  • - 2012મા જીતેલા 50 ધારાસભ્યોમાંથી  36 ધારાસભ્યો ભાજપ માંથી ચૂંટાયા હતા 
  • - પાટીદાર આદોલન બાદ સમીકરણ બદલાયા અને કોંગ્રેસેની પાટીદારમાં સીટો વધારો થયો 
  • - 2017માં ભાજપના  28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા 
  • - જો કે કોગેસના મળેલા 2017માં વિજય થયેલા 20 ધારાસભ્યોમા ફક્ત 11 પાટીદાર ધારાસભ્યો કોગેસ માંથી ચૂંટાયા હતા 
  • - 2017માં ભાજપનાં 8 ધારાસભ્યો ઘટાડો થયો હતો 
  • - હાલ ભાજપનાં 44 ધારાસભ્યો, ત્રણ કડવા અને ત્રણ લેઉવા પટેલમાંથી એમ 6 સાંસદો જ્યારે ત્રણ સાંસદો હાલ રાજ્યસભામાં પાટીદાર સમુદાયના છે

પાટીદાર સમાજને 50% ટિકિટ આપવામાં આવે: 1 ઓગસ્ટના રોજ જયરામ પટેલનું નિવેદન
હાલ તો પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે સમાજને પ્રધાન્ય આપવાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમીએ પણ પગ પેસારો કર્યો છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમા પાટીદાર કર્યા પક્ષને સમર્થન કરે છે તે તો જોવું જ રહ્યું. આપને એ પણ જણાવી દઈએ કે લગભગ એકાદ મહિના ઉગાઉ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદ યોજી આગામી ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. જયરામ પટેલે ઉમેર્યું હતું કે, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ તેવુ પણ જણાવ્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 Jairam Patel Naresh Patel ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જયરામ પટેલ નરેશ પટેલ પાટીદાર અગ્રણી બેઠક પાટીદાર સમાજ Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ