બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / તમને જીવન વીમા પોલિસી પર મળશે લોન, IRDAના નવા નિયમથી પોલિસીધારકોને ફાયદો

કામની વાત / તમને જીવન વીમા પોલિસી પર મળશે લોન, IRDAના નવા નિયમથી પોલિસીધારકોને ફાયદો

Last Updated: 06:13 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન વીમા પોલિસીના સબંધમાં એક માસ્ટર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં IRDAIએ જીવન વીમા પર પોલિસી લોન ફરજિયાત કરી દિધી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા દરેક વીમા ઉત્પાદોમાં લોન આપવાનું ફરજિયાત કરી દેવાયું છે. આ નિર્ણયથી પોલિસીધારકોની પૈસા સબંધિત જરૂરત પૂરી થઈ શકશે. દરેક રેગ્યુલેશનને એકીકૃત કરી IRDAIએ બુધવારે એક માસ્ટર પરિપત્ર બહાર પાડ્યો છે. આ સાથે ફ્રી લુક પીરિયડને 15 દિવસથી વધારી 30 દિવસ કરી દેવામાં આવી છે. ફ્રી લુક સમયગાળામાં પોલિસીના નિયમ અને શરતોની સમીક્ષા કરવાનો સમય આપવામાં આવે છે.

Term Insurance

આ અંગે IRDAIએ જણાવ્યું કે, વીમા નિયામક દ્વારા પોલિસીધારકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. આ પરિપત્રમાં પેન્શન પ્રોડક્ટ હેઠળ કેટલાક પૈસા ઉપાડવાની પણ પરમિશન આપવામાં આવી છે. જેનાથી વ્યક્તિને તેના જીવનના મહત્વની ઘટનાઓ જેમ કે, બાળકોની શિક્ષા,વિવાહ, મકાન બનાવવું કે બીમારીમાં ઉપચાર વખતે નાણાકીય સહાય મળશે.

WhatsApp Image 2024-06-13 at 6.04.25 PM

IRDAI અનુસાર પોલિસી બંધ કરવાના મામલામાં તેને બંધ કરનારા પોલિસીધારક અને ચાલુ રાખનાર પોલિસીધારક આ બંને માટે મુલ્યપરક રકમ સુનિશ્ચિત કરવી જોઈએ. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો વીમા કંપની વીમા લોકપાલના નિર્ણયના વિરૂધ્ધ અપીલ નહીં કરે અને તેને 30 દિવસમાં લાગૂ નહીં કરે તો અરજદારને દરરોજ 5000 હજાર રૂપિયા લેખે દંડ આપવો પડશે.

વાંચવા જેવું: ક્રેડિટ સ્કોર ખરાબ થઇ ગયો છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 5 ટિપ્સ

આ સાથે વીમા કંપનીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે, પોલિસીધારકોને આર્થિક નુકશાનથી બચાવવા, નિરંતરતામાં સુધાર લાવવા અને ખોટા વીમા આપવા પર રોક લગાવવા સિસ્ટમ બનાવવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Policy Life Insurance Insurance Company
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ