બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A massive fire broke out in the ICU of Shihori Children's Hospital

કોણ જવાબદાર? / બનાસકાંઠાના શિહોરીની હોસ્પિટલના ICUમાં આગ લાગતા અફરાતફરી: એક નવજાતનું મોત, અન્ય 2 બાળકો ઇજાગ્રસ્ત

Malay

Last Updated: 12:49 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી એક વખત હોસ્પિટલમાં આગનો વધુ એક બનાવ બનાસકાંઠાની હોસ્પિટલમાં નોંધાયો છે અને વધુ એક જીવન બેદરકારી વચ્ચે હોમાયું છે.

 

  • શિહોરીની હોસ્પિટલમાં લાગી આગ
  • હની હોસ્પિટલના ICUમાં લાગી આગ
  • આગની ઘટનામાં 1 બાળકનું મૃત્યુ

બનાસાકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કાંકરેજના શિહોરીની બાળકોની હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. મહત્વનું છે કે, જ્યારે હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 3 બાળકો દાખલ હતા. 

ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો 
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરીની હની હોસ્પિટલમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. બાળકોની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ બનાવ સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. જે બાદ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત
જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, હોસ્પિટલના ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે બાળકોના સ્વાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
ICUમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાલ ફાયર વિભાગના કર્મચારી દ્વારા આગને કાબૂમાં કરવાની કાર્યવાહી ચાલી રહી છે. 

વાપી GIDCની કંપનીમાં લાગી હતી આગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ વાપી GIDCમાં આવેલી વ્રજ  કેમ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે બાદ અન્ય બે કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરતા વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. 

20થી વધુ ફાયરની ગાડીએ આગ પર મેળવ્યો કાબૂ
વાપી GIDCની કેમિકલ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડ દ્વારા બિગ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે સુરત અને ભરૂચથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા. 20થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ