બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / શાહરુખ ખાનના ઘરમાં પણ એક શખ્સે ઘૂસવાની કરી હતી કોશિશ, શું સૈફ પર એટેક કરનાર જ હતો?
Last Updated: 02:08 PM, 17 January 2025
16 જાન્યુઆરીની સવારથી લઈ છેક હાલની ઘડીએ પણ જ્યાં જુઓ ત્યાં સૈફ અલી ખાનના સમાચારો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. હુમલાખોરે છરી વડે અભિનેતા પર છ વાર કર્યા હતા. આ તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સૈફ અલી ખાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી. હવે તે ખતરાની બહાર છે. પરંતુ અહિંયા પોલીસને એક નવી કડી મળી રહી છે.
ADVERTISEMENT
સૈફ અલી ખાન પહેલા એટલા થોડા જ દિવસોની વાત છે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પણ ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે તેમાં તપાસ કરી હતી તો જાણાવ્યા મળ્યું હતું કે 2-3 દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ શાહરૂખના મન્નત બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. દિવાલ પર ચઢવા છતાં, તે ફસાઈ જવાને કારણે બંગલામાં પ્રવેશ કરવામાં નિષ્ફળ ગયો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખના ઘરમાં પ્રવેશવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
ADVERTISEMENT
હવે આ ઘટના પર વધુ તપાસ કરતા , પોલીસને શંકા થયા છે કે આ વ્યક્તિએ માત્ર શાહરૂખના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ સૈફ અલી ખાન પર હુમલો કરનાર પણ આ જ હોય શકે છે. સૈફ અલી ખાન, જેમણે ફિલ્મની દુનિયામાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે, એવા વ્યક્તિ પર આ પ્રકારનો હુમલો થવો એ શંકાસ્પદ હતો. હુમલાખોરને પકડવા માટે પોલીસ તેમના બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી રહી છે. ટેક્નિકલ સપોર્ટ પણ લે છે. મળતી માહિતી મુજબ CCTV ફૂટેજમાં ચોર લાકડાની લાકડી અને લાંબી હેક્સા બ્લેડ સાથે ભાગતો જોવા મળે છે
આ બધા તપાસ અનુસાર, મન્નત અને સૈફનાં ઘરોના વચ્ચે આ ગુનેગારના કિસ્સામાં કેટલું કનેકશન છે તે તપાસ ચાલી રહી છે. સવાલ અહિંયા અનેક છે શું આ એક વ્યક્તિનું એકલ કૃત્ય હતું, અથવા પછી તેની પાછળ કોઈ વધુ મોટી ગેંગ છે? ખેર, પોલીસ આ દિશા પર તપાસ કરી રહી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.