Team VTV01:10 PM, 26 Jan 20
| Updated: 01:13 PM, 26 Jan 20
અમદાવાદના સોલામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક વ્યક્તિ આવાસની સાઇટ પર કામ કરતો હતો. યુવકે કયા કારણસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.
અમદાવાદમાં યુવકનો મૃતદેહ મળ્યો
ઝાડ પર લટકતી હાલતમાં ઝારખંડના યુવકનો મૃતદેહ મળ્યો
યુવક આવાસની સાઈટ પર કરતો કામ
અમદાવાદના સોલા વિસ્તારમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે. અહીં આવાસની સાઈટ પર કામ કરનારા લોકોમાંના એક યુવકનું મૃત્યુ થયું છે.
પ્રાથમિક માહિતી એવી છે કે અમદાવાદના સોલા વિસ્તારમાં એક આવાસની સાઈટ પર કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક યુવકની ઝાડ પર લટકતી લાશ જોવા મળી હતી. આ મૃતક ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.