બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / A man cannot be accused of mischief if the relationship is sour

ચુકાદો / સંબંધોમાં ખટાશ આવી જાય તો પુરુષ પર દુષ્કર્મનો આરોપ ન લગાવી શકાય: કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Priyakant

Last Updated: 02:31 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દાયકાઓમાં સંબંધોની પ્રકૃતિ અને બંને વચ્ચેની અપેક્ષાઓ ઘણી બદલાઈ ગઈ છે. અને જો સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ ન ચાલ્યો હોય તો તેના કારણે બળાત્કારના આરોપો ન લગાવી શકાય: કેરળ હાઇકોર્ટ

  • દુષ્કર્મના આરોપની સુનાવણી દરમ્યાન કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો 
  • સંબંધ આગળ ન વધી શકે તો પુરુષને બળાત્કારનો દોષી માની શકાય નહીં: કેરળ હાઇકોર્ટ
  • એક જમીન અરજીની સુનાવણીમાં જસ્ટિસ બેચુ કુરિયન થોમસે મૌખિક રીતે અવલોકન કર્યું 

કેરળ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દરમ્યાન જો દંપતી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તો પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકાય નહીં. કોર્ટનું કહેવું છે કે, જો સંબંધ કામ ન કરે તો પુરુષને બળાત્કારનો દોષી માની શકાય નહીં. શુક્રવારે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે.

શુ હતો સમગ્ર કેસ ? 

નવનીત એન નાથના કેસની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. એક સહકર્મી દ્વારા કરાયેલી જાતીય શોષણની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. એવા આરોપો હતા કે, નાથ લગભગ 4 વર્ષ સુધી મહિલા સાથે સંબંધમાં હતા. પરંતુ બાદમાં તેણે કોઈ અન્ય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે મહિલાને આ વિશે ખબર પડી ત્યારે તે હોટલમાં નાથના મંગેતરને મળી હતી. જોકે એક અહેવાલ છે કે તેણે કથિત રીતે પોતાની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસ પૂછપરછ દરમ્યાનમહિલાએ પોતાના મનની વાત કહી, જેના કારણે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

ફરિયાદીના વકીલે શુ દલીલો મૂકી ? 

નાથ તરફથી હાજર રહેલા એડવોકેટ રમેશ ચંદરે રજૂઆત કરી હતી કે, અરજદાર મહિલા સાથે લગ્ન કરવા માંગે છે અને તેઓ ઘણા વર્ષોથી શારીરિક સંબંધો ધરાવે છે, જે સંપૂર્ણ સંમતિથી હતા. ચંદેરે કોર્ટને એ પણ જણાવ્યું કે દંપતી શરૂઆતથી જ જાણતા હતા કે અલગ-અલગ ધર્મના હોવાના કારણે તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ ચાલુ રાખ્યો હતો. આ સાથે નાથને તેના માતાપિતાએ યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી જ તે તેની મંગેતરને મળ્યો હતો. 

મહિલાના વકીલે શુ કહ્યું ? 

મહિલાનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે, લગ્નના વચનને કારણે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા જે હવે ખોટા સાબિત થયા છે. તે જ સમયે, સરકારી વકીલે પણ નાથના જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જે પણ સંમતિ મેળવવામાં આવી હતી તે હકીકતની ખોટી માન્યતા પર આધારિત હતી અને આ કેસમાં બળાત્કાર ગુનો છે.

કેરળ હાઇકોર્ટે શુ કહ્યું ? 

જસ્ટિસ બેચુ કુરિયન થોમસે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં સંબંધોની પ્રકૃતિ અને બંને વચ્ચેની અપેક્ષાઓ ઘણી બદલાઈ ગઈ છે. અને જો સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ ન ચાલ્યો હોય તો તેના કારણે બળાત્કારના આરોપો ન લગાવી શકાય. ન્યાયાધીશે કહ્યું કે, સંબંધોમાં આવેલા બદલાવને કારણે આ દંપતી અલગ થઈ ગયા અને અન્ય લોકો સાથે લગ્ન કર્યા. તેથી, તે જરૂરી નથી કે કોઈ વ્યક્તિ લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી હોય. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે, આ કેસમાં એ પણ જોવાનું રહેશે કે લગ્નના વચન પર શારીરિક સંબંધની પરવાનગી લેવામાં આવી છે કે કેમ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ