બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:52 PM, 17 February 2023
ADVERTISEMENT
પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકી હુમલો થયો છે. આઠથી દસ આતંકવાદીઓ કરાચી પોલીસ હેડક્વાર્ટર (KPO)માં ઘૂસી ગયા અને ગોળીબારનો વરસાદ શરૂ કર્યો છે. આ હુમલો શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં થયાની વિગતો છે. કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આતંકીઓ પાસે ભારે વિસ્ફોટકો અને હથિયારો છે જેનાથી લગાતાર હુમલા કરી રહ્યા છે.
Pakistan | Armed men opened fire at the head office of the port city's police, situated on the main artery of Sharea Faisal in Karachi. At least 8-10 terrorists are inside the police office with the exchange of fire still going on: Pakistan's Geo News
ADVERTISEMENT
— ANI (@ANI) February 17, 2023
મળતી માહિતી મુજબ કરાચી પોલીસ કચેરીમાં ઘૂસેલા આતંકવાદીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન છે. પાકિસ્તાન રેન્જર્સ અને અન્ય પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. સિંધ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. જ્યાં અંધાધૂંધ ગોળીબારના અવાજ સંભાળાઈ રહ્યાં છે.
પાપ્ત વિગતો મુજબ સુરક્ષા જવાનો દ્વારા આપેવામાં આવેલા નિર્દેશ મુજબ તે વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્જન પણ આપવામાં આવ્યું છે.પાકિસ્તાન રેન્જર્નસના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર ક્વિજ રિસ્પૉન્સ ફોર્સ(QRF) ઘટનાસ્થળે પહોંચી છે અને કેટલાક વિસ્તારોને ચારે તરફથી ઘેરી દેવામાં આવ્યાં છે. પોલીસ સર્જન ડો. સુમારિયા સૈયદના બતાવ્યા મુજબ એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુટ મેડિકલ સેન્ટર પણ ખસેડવામાં આવ્યો છે.
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહનું નિવેદન
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહએ ઘટનાના તાગ મેળવતા સંબંધિત વિભાગના DIGને આદેશ આપતા કહ્યું કે, હુમલો કરનાર આતંકવાદીઓને જલ્દી પકડવામાં આવે. પોલીસ કચેરી પર હુમલો કોઈપણ કિંમતે સાંખી લેવામાં નહી આવે. સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ માગતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.