બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, બીજાપુરમાં 8 નક્સલીઓ ઠાર

નેશનલ / છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, બીજાપુરમાં 8 નક્સલીઓ ઠાર

Last Updated: 03:34 PM, 2 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજાપુરમાં નકસલવાદ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન, એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી અને 8 નકસલવાદીઓ માર્યા ગયા.

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ સતત નકસલવાદીઓ સામે મોરચો ખોલ્યો છે. શનિવારે રાજ્યના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 8 નકસલવાદીઓ માર્યા ગયા હતા. તમામ મૃતદેહો મળી આવ્યા છે. સવારે 8 વાગ્યાથી નકસલવાદીઓ વિરુદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

હજુ પણ ઓપરેશન ચાલુ...

ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ (DRC), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની બટાલિયન નંબર 222 અને CRPFની કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA)ની 202મી બટાલિયન દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયું હતું. હુઈ પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સવારે 8.30 વાગ્યે શરૂ થયું હતું અને હજુ પણ ઓપરેશન ચાલુ છે.

બસ્તર રેન્જ પોલીસે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. છત્તીસગઢમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીના વિવિધ એન્કાઉન્ટરમાં કુલ 48 માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં તાજેતરના એન્કાઉન્ટરનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો : અયોધ્યાના સાંસદ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જ રડવા લાગ્યા, ન્યાય માટે રાજીનામાની ધમકી, જુઓ વીડિયો

આ અથડામણો રાજ્યમાં મોટા પાયે નક્સલ વિરોધી કામગીરી વચ્ચે આવે છે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા ઓગસ્ટમાં કહ્યું હતું કે માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી ડાબેરી ઉગ્રવાદ (LWE) ને નાબૂદ કરવા માટે "નિર્દય કાર્યવાહી" કરવામાં આવશે. ગત મહિને નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી, સુરક્ષા દળોએ એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નકસલી ઠાર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chhattisgarh Incident Naxalites Chhattisgarh News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ