A major action by the Election Commission in the post-sculptural violence case, these officials removed
ઇલેક્શન /
મૂર્તિવિસર્જન બાદ થયેલી હિંસાની ઘટનામાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી, આ અધિકારીઓને હટાવ્યા
Team VTV03:28 PM, 29 Oct 20
| Updated: 03:46 PM, 29 Oct 20
બિહારના મુંગેરમાં મૂર્તિઓના વિસર્જનની ઘટનાને આજે ફરીથી ધમાલ મચી હતી. લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ પૂરબ સરાય પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સેંકડો યુવાનો આજે રસ્તા પર પર ઉતરી પડ્યા હતા અને પોલીસ અધિક્ષકની કચેરીમાં જઈને ધમાલ કરી હતી.
મુંગેર ઘટનામાં ચૂંટણી પંચની કાર્યવાહી
DM - SP ને તટકાલિક અસરથી હટાવાયા
થોડા દિવસો પહેલા ગોળીબારની ઘટના બની હતી
દરમિયાન ચૂંટણી પંચે મુંગેર ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ મીણા અને પોલીસ અધિક્ષક લિપિ સિંહ ને હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ મગધના ડિવિઝન કમિશનરને સોંપવામાં આવી છે, જે સાત દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. નવા DM અને SP ને આજે તૈનાત કરવામાં આવશે.
પ્રારંભિક અહેવાલ મુજબ, પોલીસ અધિક્ષક કચેરી ખાતે સેંકડો યુવાનોએ પ્રદર્શન કર્યું હતું. તેની બાજુમાં આવેલ બોર્ડ પણ ઉથલાવી દેવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા યુવકો પૂરબ સરાઇ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન સામે પાર્ક કરેલી કારને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી સ્થળ પર વધારાનો પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો.
દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન થયેલા ગોળીબાર કાંડની વિરુદ્ધમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે મુંગે માર્કેટ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના અધિકારીઓ મુંગેરમાં લોકોને દુકાનો બંધ કરવા સમજાવતા હોવાનું નજરે પડતું હતું, આમ આ ઘટનાના વિરોધમાં આજે મુંગેર બંધ રહ્યું હતું.
Bihar: Unidentified persons cause arson at SDO & SP office in Munger, setting several vehicles on fire & damaging office
The mob was protesting against a man's death during firing incident on Oct 26 at the time of Goddess Durga immersion & demanded action against Munger SP & SDO pic.twitter.com/0VFC7nIMfi
DM કહ્યું ,"ગોળીબાર કરવાનો કોઈ જ આદેશ આપવામાં આવ્યો નહોતો"
આ અંગે મુંગેર DM એ કહ્યું કે, જો પોલીસ પર ફાયરિંગનો આરોપ લાગ્યો છે, તો અમે એક વાત સ્પષ્ટ રીતે કહેવા માંગીએ છીએ કે, પોલીસ પરના આક્ષેપોની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારના બળપ્રયોગગનો કોઈ જ આદેશ આપવામાં આવ્યો નહોતો. જો પોલીસ તંત્ર તરફથી કોઈ લાપરવાહી થઈ છે તો એની સજા એટલી કડક આપવામાં આવશે, જેણે યાદ રાખવુ પડશે.
શું હતી ઘટના?
થોડા દિવસો પહેલા બિહારના મુંગેરમાં એક લોકોનું ટોળું દુર્ગામાતાની મૂર્તિને વિસર્જિત કરવા માંગતુ હતું, જેમાં કથિત રીતે પોલીસ તંત્ર દ્વારા ઉતાવળ કરાવવાનો આરોપ મૂકાયો હતો, આમાં કોઈ રીતે ગોળીબારની ઘટના બની હતી જેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું અને લોકોએ આ શૂટિંગનો આરોપ પોલીસ તંત્રની માથે નાખ્યો હતો. આ ઘટનામાં અમુક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ હતા. જેણે લઈને પછીથી વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા.