બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબી: માળિયા હળવદ હાઈવે પર કારનું ટાયર ફાટ્યું, પછી વિશ્વાસ ન આવે તેવું બન્યું
Last Updated: 05:27 PM, 10 June 2024
મોરબીનાં માળિયા-હળવદ હાઈવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પુર ઝડપે જઈ રહેલ એક કારનું ટાયર ફાટતા કાર ડીવાઈડર કૂદી બીજી તરફ જતી રહેવા પામી હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ત્યારે પોલીસે સમયસર ઘટનાં સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે મોકલ્યા હતા. અને ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.
ADVERTISEMENT
મોટી દુર્ધટનાં સર્જાતા રહી ગઈ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ અવાર નવાર અકસ્માતનાં અચરજ પમાડે તેવા સીસીટીવી વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ અકસ્માત મોરબીનાં માળીયા હળવદ હાઈવે પર સર્જાયો હતો. જેમાં પુર ઝડપે આવી રહેલ કારનું અચાનક ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી રોંગ સામેનાં રોડ પર જતી રહેવા પામી હતી. પરંતું સદનસીબે મોટી દુર્ઘટનાં સર્જાતા રહી જવા પામી હતી.
કારચાલક મહિલાએ સમયસર કારને કાબૂમાં લેતા દૂર્ઘટના ટળી
માળીયા-હળવદ હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં એક દર્દી હોવાની પણ માહિતી મળી રહી છે. ગાડીમાં દર્દી ઓક્સિજન પર હતો. જેમનો પણ આબાદ બચાવ થવા પામ્યો છે. ત્યારે કારનું ટાયર ફાટતા કાર રોંગ સાઈડમાં જતી રહેવા પામી હતી. ત્યારે અકસ્માત થતા આજુબાજુનાં લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા લોકો તાત્કાલી દોડી ગયા હતા. અને ગાડીમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. કારચાલક મહિલાએ સમયસર કારને કાબૂમાં લેતા દૂર્ઘટના ટળી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.