બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:17 PM, 3 July 2025
કેનેડામાં 1જુલાઇના રોજ કેનેડા ડેની ખુબજ ભવ્ય ઉજવણી થઇ હતી.. આ દિવસે એક વિશાળ પરેડનું આયોજન કરાયું હતું..જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો..
ADVERTISEMENT
કોઇ હાથમાં બેનર સાથે જોવા મળ્યું હતું તો કોઇ એકદમ અલગ વેશભૂષામાં.. રેલીમાં કારમાં સવાર લોકો તો હતાજ સાથે-સાથે સ્કૂટર પર સવાર લોકોનું પણ એક જૂથ હતું..
ADVERTISEMENT
રેલીમાં ભાગ લેનારા દરેકના ચહેરા પર ઉત્સાહ છલકાતો હતો..
ADVERTISEMENT
કેેનેડામાં હિન્દુ સમુદાયના લોકોની સંખ્યા ખુબ મોટી છે..આ ગૌરવપૂર્ણ દિવસે કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયે પણ પરેડમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
'કેનેડા દિવસ' પર હિન્દુ કોમ્યુનિટી દ્વારા પરેડનું આયોજન#CanadaDay #CanadaDay2025 #CanadaDayParade #HinduCommunity #ViralVideo #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2025
Video Source - harkantpatel / Facebook pic.twitter.com/IDfDgmSHKQ
1 જુલાઈ, કેનેડામાં કેનેડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેનેડામાં આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે, અને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી આ દિવસની ઉજવણી થાય છે.
ADVERTISEMENT
કેનેડા ડે કેમ ઉજવાય છે ?
આ દિવસે દેશનું સંઘીકરણ થયું હતું અને બ્રિટિશ સામ્રાજ્યમાં સમાવિષ્ટ ત્રણ પ્રાંતોને એક પ્રભુત્વમાં એકસાથે લાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત, કેનેડા પ્રાંતને ન્યૂ બ્રુન્સવિક, નોવા સ્કોટીયા અને ઓન્ટારિયોમાં વિભાજીત કરવામાં આવ્યો હતો અને ક્વિબેકને એકસાથે ભેળવી દેવામાં આવ્યું હતું. ત્રણેય પ્રાંતોને જોડીને, આ દિવસે કેનેડાને સ્વ-શાસિત રાષ્ટ્ર બનાવવામાં આવ્યું હતું. કેનેડાનું બંધારણ પણ આ દિવસે ઘડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કેનેડા ડે ની શરૂઆત 1 જુલાઈ, 1867ના દિવસે થઇ હતી. એ જ દિવસે કૅનેડા એક સ્વતંત્ર અને સ્વશાસિત દેશ બન્યો, અને પહેલીવાર કેનેડામાં ઉત્સવની ઉજવણી થઇ. ત્યારથી દરવર્ષે 1 જુલાઇનો દિવસ કેનેડા દિવસ તરીકે ઉજવાય છે.
આ પણ વાંચોઃ હવેથી આ દેશના વિઝા મેળવવામાં ફાંફા પડી જશે, ભારતીયોને પણ થશે સીધી અસર!
આપને જણાવી દઇએ કે કેનેડાનું કુલ ક્ષેત્રફળ 99.8 લાખ વર્ગ કિલોમીટર છે. કૅનેડા કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિથી વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. અમેરિકા સાથે તેની આંતરરાષ્ટ્રીય સીમા વિશ્વની સૌથી વધુ ભૂ-સીમા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.