બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શખ્સના પેટમાંથી નીકળી 65 સેમી લાંબી જીવતી માછલી, આંતરડું કાપી ખાધું, ડોક્ટરે પાછળથી કાંડ ખોલ્યો

OMG / શખ્સના પેટમાંથી નીકળી 65 સેમી લાંબી જીવતી માછલી, આંતરડું કાપી ખાધું, ડોક્ટરે પાછળથી કાંડ ખોલ્યો

Last Updated: 09:44 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 જુલાઈના રોજ 31 વર્ષના એક વ્યક્તિને પેટમાં અસહ્ય દુખાવો થયો હતો. આ પછી તેને વિયેતનામની વિયેત ડક હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યો હતો. પીડાથી ચીસો પાડતા વ્યક્તિએ હોસ્પિટલ સ્ટાફને કહ્યું કે તેણે તેના ગુદા દ્વારા તેના શરીરમાં એક જીવતી માછલી દાખલ કરી છે.

દુનિયામાં ઘણી વખત એવી એવી ઘટનાઓ બને છે જે સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. વિયેતનામમાં રહેતા એક ભારતીય વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું જે તમને ચોંકાવી દેશે. ફરી એક વાર દેવદૂતની જેમ દેખાયા છે. તબીબોએ એક વ્યક્તિને મોતની ચુંગાલમાંથી બહાર કાઢીને અસહ્ય દર્દમાંથી મુક્તિ અપાવી છે. 27 જુલાઈના રોજ 31 વર્ષના એક વ્યક્તિને પેટમાં અસહ્ય દુખાવો થયો હતો. આ પછી તેને વિયેતનામની વિયેત ડક હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યો હતો. પીડાથી ચીસો પાડતા વ્યક્તિએ હોસ્પિટલ સ્ટાફને કહ્યું કે તેણે તેના ગુદા દ્વારા તેના શરીરમાં એક જીવતી માછલી દાખલ કરી છે, ત્યારબાદ તેને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો.

stomach-2.jpg

જીવતી માછલી હોવાનું સામે આવ્યું

ફરજ પરના વિયેતનામના ડોકટરોએ લોકોના શરીરમાં ઘણી વસ્તુઓ જોઈ હતી, પરંતુ એક જીવતી માછલી તેમના માટે પણ નવી હતી, તેથી તેઓ પ્રથમ દર્દી પર વિશ્વાસ કરતા નહોતા. જો કે, એક્સ-રે ઇમેજિંગ અને અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષાઓએ માણસના પેટની પોલાણમાં એક આડું રેડિયોપેક હાડપિંજર દર્શાવ્યું હતું જે વાસ્તવમાં જીવતી માછલી હોવાનું બહાર આવ્યું હતું.

Doctor.jpg

65 સેમીથી વધુ લાંબી માછલી જોઈને ડોક્ટર ચોંકી ગયા

હોસ્પિટલે તરત જ એન્ડોસ્કોપી નિષ્ણાતો અને એનેસ્થેસિયોલોજિસ્ટ્સની ટીમને કોલોનોસ્કોપી કરવા અને માણસના પાછળના ભાગમાંથી માછલીને દૂર કરવા માટે પ્રયાસો હાથ ધર્યા પરંતુ તે તેમાં સફળ શક્યા નહીં, જેના કારણે તે માણસને થોડી મિનિટો સુધી પીડા સહન કરવી પડી હતી. ડૉક્ટરો પાસે માણસના પેટ પર સર્જરી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેઓ લગભગ 65 સેમી લાંબી અને 10 સેમી પરિઘની જીવીત માછલી જોઈને ચોંકી ગયા હતા.

વધુ વાંચો : VIDEO : મોતના નાથ'વીર' ! વિકરાળ નદી ઓળંગીને સીધી ચટ્ટાન પરથી યાત્રાળુઓ બચાવાયા

માણસે પોતાની અંદર માછલી કેમ નાખી ?

માછલીએ માણસના આંતરડા કાપી નાખ્યા હતા અને તેના ગુદામાંથી માંસ ફાડીને તેના શરીરમાં પ્રવેશ કર્યો હતો. ડૉક્ટરની ટીમે ગુદામાં સ્થિત માંસ અને આંતરડાને ટાંકા લેવા પડ્યા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વ્યક્તિએ પોતાની અંદર શા માટે માછલી મૂકી. ડોક્ટરોનું માનવું છે કે પુરુષે પોતાની જાતીય ઈચ્છાઓ પૂરી કરવા માટે આવું કર્યું હશે.

સંકળાયેલા મુદ્દાઓ

stomach stomachinfish livefishmansstomach
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ