'પઠાણ' ફિલ્મ હજુ પણ આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે અને ટ્રેડ વિશ્લેષકના જણાવ્યા અનુસાર, ' ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
શાહરૂખની ફિલ્મ બોલિવૂડમાં પડેલા દુકાળ માટે રામબાણ સાબિત થઈ
વર્લ્ડવાઈડ ફિલ્મ પઠાણે 300 કરોડનો આંકડો પાર કર્યો
ત્રીજા દિવસે 'પઠાણ'એ ભારતમાં 34 થી 36 કરોડ રૂપિયાની કમાણી કરી
ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે અને લોકોમાં પઠાણ ફિલ્મનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં મિડનાઇટ શો પણ શરૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ક્યાંક લોકોએ થિયેટરમાં ડાન્સ કરીને તો ક્યાંક ફટાકડા ફોડીને પઠાણના આગમનની ઉજવણી કરી હતી. પઠાણની ધમાકેદાર એન્ટ્રી સાથે થિયેટરોમાં જાણે તેજ ફરી વળ્યું છે. શાહરુખ ખાનની આ ફિલ્મે ન જાણે કેટલા રેકોર્ડ બનાવ્યા છે. હાલ જોતાં લાગી રહ્યું છે કે શાહરૂખની આ ફિલ્મ બોલિવૂડમાં પડેલા દુકાળ માટે રામબાણ સાબિત થઈ છે.
'પઠાણ'ની ત્રીજા દિવસની કમાણીનો અહેવાલ પણ સામે આવ્યો છે. એવી અપેક્ષા હતી કેભારતીય બોક્સઓફિસ પર 'પઠાણ' ત્રીજા દિવસે 200 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે, પરંતુ એવું થયું નહીં. માહિતી અનુસાર ભલે આ ફિલ્મે ભારતમાં સારું કલેક્શન ન કર્યું હોય પણ હજુ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
#Pathaan Day 3 All-India Early estimates is ₹ 34 to 36 Crs Nett.. 🔥
વર્લ્ડવાઈડ ફિલ્મ પઠાણે 300 કરોડનો આંકડો પાર કર્યો
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે 'પઠાણ'એ ભારતમાં 34 થી 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને નોન-હોલિડે માટે આ એક સારું કલેક્શન છે પણ શાહરુખની ફિલ્મે તેના પહેલા અને બીજા દિવસે જે રીતે કમાણી કરી છે તે જોતાં આ સંખ્યા ઘણી ઓછી છે. જણાવી દઈએ કે ફિલ્મ 'પઠાણ' એ 'દંગલ', 'બાહુબલી 2' અને 'KGF 2'ના ત્રીજા દિવસના કલેક્શનને મેચ કરવામાં નિષ્ફળ રહી છે.
#Pathaan crosses ₹ 300 Crs Gross at the WW Box office in 3 days.. 🔥
પણ 'પઠાણ' ફિલ્મ હજુ પણ આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે અને ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાના જણાવ્યા અનુસાર, 'પઠાણ'એ માત્ર ત્રણ દિવસમાં જ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. જણાવી દઈએ કે આ સાથે 'પઠાણ'એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી કરી લીધો છે. હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ વીકેન્ડ પર આ ફિલ્મનું કલેક્શન કઈ નવી ઊંચાઈઓને સ્પર્શે કરશે.
પઠાણે સર્જ્યા ઘણા રેકોર્ડ
શાહરૂખ ખાનની 'Pathaan' ફિલ્મ દરેક દિવસની સાથે નવો ઇતિહાસ રચે છે. યશરાજ ફિલ્મ્સની સિદ્ધાર્થ આનંદના નિર્દેશકમાં બની 'પઠાણ' ફિલ્મે 2 દિવસની અંદર 125 કરોડ પોતાના નામે કરી લીધા છે અને વિકેન્ડ પર એની કમાઈ 200 કરોડને પાર જઈ શકે છે. ફિલ્મના વર્લ્ડ-વાઈડ બિઝનેસની વાત કરીએ તો ફિલ્મે ઓપનીગ ડે પર જ 100 કરોડથી વધારે બિઝનેસ કરી લીધો હતો અને બે દિવસની અંડર 219 કરોડનો બિઝનેસ કર્યો હતો. 8000 સ્ક્રીન્સ પર રીલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ' માં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ,ડીમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા મુખ્ય કિરદાર નિભાવતા જોવા મળી રહ્યા છે. એની સાથે ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ દર્શકોને ખુબ પસંદ આવ્યો છે.