A large number of devotees flocked to Junagadh on the Mahaparva of Mahashivratri
જૂનાગઢ /
ભક્તિ, ભોજન બાદ હવે ભજનની અખંડ મોજ, ડાયરાના કલાકારોનો ભવનાથમાં જમાવડો, કીર્તીદાને જમાવ્યું આકર્ષણ
Team VTV06:53 PM, 18 Feb 23
| Updated: 07:23 PM, 18 Feb 23
જૂનાગઢમાં યોજાઈ રહેલા મેળાનો ભક્તો મન મુકીને આનંદ લઈ રહ્યા છે. કિર્તીદાન ગઢવી સહીત અનેક કલાકારો પરિવાર સાથે દર્શન કર્યા છે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેળાની મુલાકાત લીધી છે
મહાશિવરાત્રીનો મહાપર્વે જૂનાગઢમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
હર્ષ સંઘવીએ જૂનાગઢના મેળાની લીધી મુલાકાત
કિર્તીદાન ગઢવી સહીત અનેક કલાકારો પરિવાર સાથે દર્શન કર્યા
ગુજરાત સહિત દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે છે. શિવ મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. જૂનાગઢમાં યોજાઈ રહેલા મેળાનો ભક્તો મન મુકીને આનંદ લઈ રહ્યા છે. જૂનાગઢમાં કિર્તીદાન ગઢવી સહીત અનેક કલાકારો પરિવાર સાથે દર્શન કર્યા છે. તેમજ ડાયરો યોજ્યો છે.
ભજન,ભોજન અને ભક્તિનો અનોખો સમન્વય
મહાશિવરાત્રીનો મહાપર્વ પર જૂનાગઢમાં ભોજન, ભજન અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. એક બાજુ ભોજન તો બીજી બાજુ અખંડ ભજન ચાલી રહ્યાં છે. કિર્તીદાન ગઢવી સહીત અનેક કલાકારો પરિવાર સાથે જૂનાગઢ પહોંચ્યાં છે. જૂનાગઢમાં અનેક આશ્રમો અને અખાડામાં ડાયરાઓની અખંડ મોજ ચાલી રહી છે.
કિર્તીદાન ગઢવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢની મુલાકાત લીધી
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મહાપર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢની મુલાકાત લીધી છે. ગિરનાર તળેટીમાં આયોજીત મહાશિવરાત્રીના મેળામાં હર્ષ સંઘવી હાજર રહ્યા હતાં. ભવનાથ મહાદેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી ભોળાનાથને કરી છે. મંદિરમાં દર્શન કર્યા બાદ ગુરુ ગોરખનાથ આશ્રમની પણ તેમણે મુલાકાત લીધી છે. હર્ષ સંઘવીએ મેળાની મુલાકાત દરમિયાન સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ભગવાન શિવ આવતા હોવાની વાયકા
આ શિવરાત્રીના મેળા અંગે નાગાસાધુ કહે છે શંકર ભગવાન અને દેવી દેવતાઓ ખુદ શિવરાત્રીના રાતે અહી આવે છે અને નાગાસાધુ સ્વરૂપે સ્નાન કરે છે. દેશમાટે કે હિંદુ ધર્મની રક્ષા માટે જરૂર પડે તો નાગાસાધુ પોતાની ફોજ ઉભી કરવા પણ તૈયાર છે. ૩૩ કરોડ દેવતા ઓના સાક્ષી ગણાતા ગીરનાર પહાડ અને તેની તળેટીમાં આવેલ ભવનાથ મંદિર નું પૌરાણિક મહત્વ છે. શિવરાત્રી નાગસધુઓની રવાડી નીકળે છે જેનું ખાસ મહત્વ છે. મૃગી કુંડ માં સ્નાન ખુબ પવિત્ર ગણાય છે.