ફ્રાન્સની રાજધાની પૅરિસમાં જોરદાર ધમાકો, આસપાસની બિલ્ડિંગના કાચ તૂટ્યાં

By : admin 02:59 PM, 12 January 2019 | Updated : 02:59 PM, 12 January 2019
ફ્રાન્સની રાજધાની પૅરિસ ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી હલી ગઈ છે. સેન્ટ્રલ પૅરિસમાં એક બૅકરી પાસે જોરદાર ધમાકાની ખબર આવી રહી છે જેમાં બૅકરી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. 

આ ધમાકામાં અત્યાર સુધી ઘણાં ઘાયલ થવાની પ્રાથમિક ખબર મળી રહી છે પરંતુ કારણ અને આંકડો જાણવા મળ્યો નથી. ધમાકો એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડિંગના કાચ પણ તૂટી ગયાં. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ આતંકી હુમલો છે કે નહીં. સૂત્રો અનુસાર આ કોઈ ગેસને કારણે બ્લાસ્ટ થયો હોવાનું માહિતી મળી રહી છે.

વીકેન્ડ હોવાથી પૅરિસના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળતા હોય છે. બૅકરીની પાસે જોરદાર ધમાકો સંભળાયો. હાલમાં પોલીસે ધમાકાની પુષ્ટિ કરી છે અને રાહત તથા બચાવકાર્ય શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાં દિવસોથી પૅરિસના રસ્તાઓ પર મોટી સંખ્યામાં યેલો વેસ્ટ પ્રદર્શનકારીઓ પણ પ્રદર્શન કરી રહ્યાં છે. 

છેલ્લાં કેટલાંક વર્ષમાં ફ્રાન્સના કેટલાંક શહેરોમાં આંતકી હુમલાઓ થયા છે. પૅરિસ અને નીસ શહેરમાં થયેલા ધમાકામાં કેટલાંય લોકોનો જીવ ગયો હતો. પૅરિસમાં શાર્લી હેબ્દો મેગેઝિનની ઑફિસ પર હુમલાની નિંદા વિશ્વસ્તરે થઈ હતી.



Recent Story

Popular Story