બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:55 PM, 11 January 2025
પંજાબના અમૃતસરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સોનાની દુકાનમાં લેવડદેવડના વિવાદમાં એક જ્વેલરે અન્ય એક જ્વેલરે ગોળી મારી હત્યા કરી નાખી હતી. મૃતકની ઓળખ હુસૈનપુરા ચોક વિસ્તારના સિમરપાલ સિંહ તરીકે થઈ છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આરોપી જસદીપ સિંહની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ ઘટના પોલીસ સ્ટેશન બી ડિવિઝન વિસ્તારના તાહલી બજારમાં બની હતી. અહીં હુસૈનપુરા ચીકમાં રહેતા સિમરન પાલ સિંહની જયપાલ જ્વેલર્સ નામની દુકાન છે. શુક્રવારે જસદીપ સિંહ ચૈન, તેનો પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સિમરન પાલની દુકાને પહોંચ્યા હતા.
ADVERTISEMENT
A jeweller was shot dead by another jeweller following a dispute over gold in Tahli wala bazaar area in #Amritsar. pic.twitter.com/X3DfRfngUs
— Nikhil Choudhary (@NikhilCh_) January 11, 2025
દુકાનમાં પૈસા આપવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે જસદીપ ત્યાંથી ચાલ્યો ગયો હતો, પરંતુ થોડા કલાકો પછી તે પાછો આવ્યો અને પછી દલીલ શરૂ થઈ, જે દરમિયાન સિમરપાલ સિંહને ગોળી વાગી. ગોળી સિમરપાલ સિંહને માથામાં વાગી હતી. ગોળીબાર કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ પછી, સિમરન પાલ સિંહને તાત્કાલિક સારવાર માટે મેડિસિટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન સિમરન પાલ સિંહનું મૃત્યુ થયું. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિજનોના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: મહાકુંભમાં એમ્બેસેડર બાબાએ જમાવ્યું આકર્ષણ, 52 વર્ષ જૂની કારને માને છે માં, કહાની અનોખી
ફાયરિંગની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આપસી તકરાર બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. એડીસીપી હરપાલ સિંહ જણાવ્યું કે આરોપી જસદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.