A huge fire broke out in a passenger bus in Nashik
BIG NEWS /
નાસિકમાં મોટી દુર્ઘટના: અકસ્માત બાદ બસમાં ભીષણ આગ લાગતા 11 લોકો જીવતા ભડથું, અનેક ઘાયલ
Team VTV07:40 AM, 08 Oct 22
| Updated: 09:53 AM, 08 Oct 22
મહારાષ્ટ્રના નાસિકમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આશંકા છે કે દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે.
નાસિકમાં પેસેન્જર બસમાં લાગી ભીષણ આગ
આ દુર્ઘટનામાં 11 લોકોના મોત
મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાયા
મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે.
નાસિક-ઔરંગાબાદ હાઈવે પર ઘટી દુર્ઘટના
આ અકસ્માત નાસિક-ઔરંગાબાદ હાઈવે પર મોડી રાત્રે થયો હતો. લક્ઝરી બસ ઔરંગાબાદથી નાસિક જઈ રહી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Maharashtra | Nashik Police confirms that several people are feared to be dead as a bus caught fire in Nashik last night. Further details awaited. pic.twitter.com/s75A6RnYHO
મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા
નાસિક પોલીસે જણાવ્યું કે, બસમાં ગઈકાલે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હજુ પણ ડોક્ટરની પુષ્ટિની સાથે મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અકસ્માત બાદ લાગી આગ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસનો પહેલા અકસ્માત થયો હતો, પછી તરત જ તેમાં આગ લાગી હતી, જેમાં ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા. ઘણા ઈજાગ્રસ્તોને બચાવીને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.