બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / કેનેડામાં રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, 3 ભારતીય વિદ્યાર્થીના કમકમાટી ભર્યા મોત
Last Updated: 06:57 PM, 29 July 2024
કેનેડાના મિલ કોવ શહેરમાં રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં ત્રણ પંજાબી વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં ચાલતી ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોત થયેલ વિદ્યાર્થીઓની ઓળખ કરતા સમાના નિવાસી સરમદીર કૌર, અમલોહ નજીક બુરકદાં ગામના નવજોત સોમલ અને હરમન નામ જાણવા મળ્યા હતા. મૃતકોના પરિવારજનોના જણાવ્યા મુજબ પંજાબ સરકારે મૃતદેહ પંજાબ લાવવાની પહેલ કરવી જોઈએ. જોકે આ વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા જ ભણવા માટે કેનેડા ગયા હતા.
ADVERTISEMENT
ટાયર ફાટતા ગાડીએ મારી પલટી
ADVERTISEMENT
સૂત્રોથી મળતી માહિતી અનુસાર આ ત્રણે વિદ્યાર્થીઓ બ્રંસવિક પ્રાંતના મોન્કટન શહેર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનું ટાયર ફાટી ગયુ હતુ. જે બાદ ગાડી પલટી મારી હતી. જોકે ત્રણેય ગાડી ની બહાર પડી ગયા હતા. પરંતુ ગંભીર રૂપ થી ઘાયલ થયા હતા. જેના બાદ પોલીસે તમામને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
કેનેડેમાં અકસ્માતની ઘટનાઓ વધી
કેનેડામાં પંજાબના વિદ્યાર્થીઓના અકસ્માતની ઘટના વધી રહી છે. 1 જુલાઇએ તલવંડી ભાઇના બે વિદ્યાર્થીઓ સચીન સચદેવ અને ચરણસિંહની કેનેડામાં રોડ અકસ્માતમાં મોત નિપજ્યુ હતુ. 23 જુલાઈએ લુધિયાણાના મલ્લા ગામની યુવતી ખુશ પ્રીત કૌરની કેનેડાના બ્રેમ્પ્ટન શહેરમાં અકસ્માતમાં મોત થયુ હતુ. ખુશ પ્રીત કૌર તો ગત વર્ષે 16 ઓગસ્ટના રોડ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં તેની મોટી બેન સાથે ગઇ હતી.
વધુ વાંચો : વરસાદ પર રાજનીતિનો રેલો! કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આરોપ કરતાં ભાજપનો સણસણતો જવાબ
ખુશ પ્રીત કૌર અન્ય પાંચ વિદ્યાર્થીઓ સાથે કંપનીની ગાડીમાં જઈ રહી હતી. ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. 22 જુલાઇના રોજ ગુરદાસપુરના બટાલાની રહેવાસી 21 વર્ષિય લખવિંદર કૌરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યુ હતુ. આ ઘટના બ્રેમ્પ્ટન પાસે થઇ હતી. લખવિંદર કૌર 10 મહિના પહેલા જ ભણવા માટે કેનેડા આવી હતી. જેની સાથે અન્ય બે છોકરીઓનું પણ મૃત્યુ નીપજ્યુ હતુ. માર્ચ મહિનામાં પંજાબના ત્રણ યુવક ગુરિંદરપાલ લિધર, મોનો ટાઉન, ઓન્ટારિયો, સની ખુરાના, બ્રેડફોર્ડ અને કિરણપ્રીત સિંહ ગીલની કેનેડાના ઓંટારિયોમાં સરનિયા પાસે થયેલ કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.