A great tragedy occurred in Makkah in the first week of Ramadan
મોટી દુર્ઘટના /
રમઝાન પર મક્કા જઇ રહેલી બસમાં લાગી ભીષણ આગ, 20નાં કરૂણ મોત, અનેક ઘાયલ
Team VTV09:19 AM, 28 Mar 23
| Updated: 09:22 AM, 28 Mar 23
રમઝાનના પહેલા અઠવાડિયામાં મક્કામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 20 લોકોના મોત થયા છે. મૃતકો અલગ-અલગ દેશોના રહેવાસી છે.
મક્કા મદીનામાં અકસ્માત
હજ યાત્રીઓથી ભરેલી બસમાં આગ
20ના મોત, બે ડઝનથી વધુ ઘાયલ
મુસ્લિમ ધર્મમાં મક્કા મદીના ખૂબ જ પવિત્ર સ્થળ છે. દર વર્ષે લાખો લોકો અહીં જાય છે. સાઉદી રાજ્ય મીડિયાએ જણાવ્યું છે કે, યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી એક બસ સોમવારે (27 માર્ચ) એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 20 લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
Saudi Arabia | At least 20 Umrah pilgrims were killed and 29 others injured in a bus accident in Asir. Bus collided against a bridge, tipped over, and caught fire as a result of a brake failure, reports Gulf News
પીડિતો અલગ-અલગ દેશોના રહેવાસી
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે અને ઈજાગ્રસ્તોની કુલ સંખ્યા લગભગ 29 છે. રિપોર્ટ અનુસાર, બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે. તેઓ કયા દેશના છે તે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
અથડામણ બાદ બસમાં લાગી આગ
એક રિપોર્ટ મુજબ, બ્રિજ સાથે અથડાયા બાદ બસ પલટી મારી ગઈ હતી અને જોત જોતામાં બસમાં આગ લાગી હતી. આપને જણાવી દઈએ કે, મદીનામાં વર્ષ 2019ના ઓક્ટોબરમાં એક સર્જાયો હતો, જેમાં લગભગ 35 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.