બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO: અંબાણીની પાર્ટીમાં ગુજ્જુઓનો જલસો, જુઓ કોને કેવી સજાવી સાંજ, સાંઈરામવાળું જોરદાર
Last Updated: 10:03 PM, 16 July 2024
અનંત અને રાધિકાના લગ્નની ત્રણ દિવસની જલસા પાર્ટીમાં ગુજરાતી સેલિબ્રિટીની ખાસ જમાવટ જોવા મળી.. આ ફંક્શનમાં અંબાણી પરિવારે 5 હજાર કરોડ રૂપિયાનો જલસો કર્યો છે ત્યારે બોલિવૂડ સેલિબ્રિટી હોય કે દેશ વિદેશથી આવતા મહેમાનો હોય સૌ કોઇનો ખાસ અંદાજ જોવા મળ્યો.. તો પછી આપણાં ઘરના છોકરાવ કેમ રહી જાય... એટલે જ તો ગુજરાતી સેલિબ્રિટીઝનું પણ એક ખાસ ગ્રુપ જોવા મળ્યું.. જેમાં આદિત્ય ગઢવી... પાર્થિવ ગોહિલ.. કિર્તીદાન ગઢવી.. સાંઇરામ દવે.. રાજભા ગઢવીની હાજરી જોવા મળી.. તો કિંજલ દવેએ ગરબા નાઇટમાં રંગ રાખ્યો હતો.. જેની ઝલક પણ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.. અંબાણીની પાર્ટીમાં હાજરી આપનારા દરેક સેલિબ્રિઝ તેમના ઇન્સ્ટાગ્રામ પર ઝગમગતી તસવીરો શેર કરી રહ્યાં છે..
ADVERTISEMENT
તો સેલિબ્રિટીઝની વાત કરીએ તો માનસી પારેખે પતિ પાર્થિવ ગોહિલ અને દીકરી સાથે અંબાણીના ફંક્શનમાં રંગ રાખ્યો હતો.. જેની તસવીરો અને વીડિયો માનસીએ તેના ઇન્ટાગ્રામ પેજ પર શરે કરી છે..
ADVERTISEMENT
તો ગુજ્જુ સેલિબ્રિટી શ્રદ્ધા ડાંગર અને જાનકી બોડીવાલા પણ જિઓ વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના જલસામાં શામેલ થયા હતા.. જેની તસવીરો વાયરલ થઇ છે..
સોશિયલ મીડિયા હાલમાં અનંત અને રાધિકાના લગ્નના તસવીરો અને વીડિયોથી સજેલું છે તે લગ્નમાં બે દિવસ જે કાઠિયાવાડી વાનગીઓ પિરસવામાં આવી તેનુ મેન્યુ ખીજડીયા ગામના જાણીતા યુટ્યુબર નિકુંજ વસોયાએ તૈયાર કર્યુ હતું.... મુંબઇ આવેલા મહેમાનોને ખાસ જામનગરના વનતારામાં ઉતારો આપવામાં આવ્યો હતો.. આ મહેમાનો માટે લેસ ઓઇલી.. લેસ સ્પાઇસી.. કાઠિયાવાડી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.. કાઠિયાવીડી સૂપ ટૂ ડેઝર્ટ વાનીગઓ ચૂલા પર બનાવવામાં આવી હતી.. સમગ્ર મેન્યુનો વીડિયો નિકુંજે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો હતો..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.