બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A gap in the Narmada Canal passing through the Sanesada of Bhabhar in Banaskantha

બનાસકાંઠા / ખેડૂતોની મહેનત પર તંત્રએ ફેરવ્યું 'પાણી': માવઠું નહીં કેનાલનું પાણી ઘૂસી ગયું, 20 ફૂટનું ગાબડું પડતાં ભારે નુકસાન

Dinesh

Last Updated: 03:34 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં ભાભરના સનેસડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે, 10 એકરમાં તમાકુના વાવેતરમાં પાણી ઘુસી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે

  • ગાબડું પડવાનો સિલસિલો યથાવત્
  • જાનાવાડા માઇનોર કેનાલમાં ગાબડું
  • ખેતરોમાં ફરી વળ્યું કેનાલનું પાણી


બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ભાભરના સનેસડા પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. જાનાવાડા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. ઘઉં, તમાકુ અને રાયડાના ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે.

જાનાવાડા માઇનોર કેનાલમાં પડ્યું 20 ફૂટનું ગાબડું
ભાભરના સનેસડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. જાનાવાડા માઈનોર કેનાલમાં તંત્રના પાપે ગાબડુ પડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 20 ફૂટ મોટું ગાબડુ પડતા ઘઉં, તમાકું અને રાયડાના પાકમાં ભારે નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. 10 એકર તમાકુના વાવેતરમાં પાણી ઘુસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલમાં વધુ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું છે તેમજ નબળી કામગીરીને કારણે ગાબડું પડ્યો હોવાનો ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યાં છે.

સળગતા સવાલ
ક્યાં સુધી તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બનશે?
ખેડૂતોને થતું નુકસાન તંત્રને ક્યારે દેખાશે?
કેમ ક્ષમતા કરતા વધુ પાણી છોડાયું?
કેમ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નથી કરાતી?
કેનાલમાં પડતા ગાબડા તંત્રને નથી દેખાતા?
કેનાલમાં ગાબડું પાડવાથી ખેતરોને નુકસાન, જવાબદાર કોણ?
ખેતરોમાં પાકને ક્યાં સુધી થશે નુકસાન ?
શું કામ વારંવાર ખેડૂતોને થાય છે નુકસાન?
બેજવાબદાર કર્મચારીઓ પર કાર્યવાહી ક્યારે કરાશે?
યોગ્ય કામગીરી ન કરતા કોન્ટ્રેક્ટરો સામે ક્યારે કાર્યવાહી?
 

સંકળાયેલા મુદ્દાઓ

Narmada canal banaskantha news ખેડૂતોને નુકસાન નર્મદા કેનાલમાં ગાબડું Banaskantha Narmada Canal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ